Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

છેલ્લા ત્રણ મહિનામાં મનપાની તિજોરીમાં આવાસના હપ્‍તાના રૂા. ૩૪.૫૧ કરોડની આવક

ગઇકાલે એક દિ'માં ૧.૩૫ કરોડની આવક

રાજકોટ તા. ૨૫ : મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ યોજનાઓ અંતર્ગત આજ દિન સુધીમાં ૩૧,૦૦૦ થી વધારે આવાસ બનાવીને લાભાર્થીઓને ફાળવવામાં આવેલ છે. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્‍માર્ટ ઘર, મુખ્‍યમંત્રી આવાસ યોજના,ᅠગ્‍લ્‍શ્‍ભ્‍ - ૧,૨,૩,ᅠરાજીવ આવાસ યોજના, ગુરુજીનગર, ધરમનગર, ૩૦૧૨, હુડકો, વામ્‍બે અને સફાઈ કામદાર આવાસ યોજનાઓનો સમાવેશᅠથાય છે.ᅠઆવાસ યોજના વિભાગ દ્વારા તા. ૧ એપ્રિલᅠથી તા. ૨૪ જૂનᅠસુધીમાં રૂ.૩૪,૫૧,૭૪,૬૩૯ની આવક આવાસના હપ્તા પેટે કરવામાં આવેલ.ᅠજયારેᅠતા.૦૧ જૂનᅠથી તા.૧૫ જૂનᅠસુધીમાં રૂ.૧૩,૨૦,૬૧,૫૫૮ની આવક આવાસના હપ્તા પેટે કરવામાં આવેલ.ᅠ

તા.૨૪ જૂનના રોજ એક જ દિવસમાં ૧,૩૫,૬૦,૨૬૦ની આવકᅠઆવાસના હપ્તા પેટે કરવામાં આવેલ.ᅠજે આજ દિન સુધીમાં બીજા નંબરની એક જ દિવસની મહતમ આવક છે. અગાઉ તા. ૯ જુલાઇના રોજ ૧,૩૭,૭૭,૯૩૫ ની આવક થયેલ હતી.

(4:04 pm IST)