Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

સદર બજારમાં દુકાનમાં રોકડ અને મોબાઇલની ચોરી કરનારા રવી સોનીને પ્રનગર પોલીસે દબોચ્‍યો

પ્રનગર પોલીસે સીસીટીવી કુટેજના આધારે પકડી લીધો

રાજકોટ તા.રપ : શહેરના સદર બજારમાં સ્‍ટોક અકેક્ષસચેન્‍જનામના બીલ્‍ડીંગમાં આવેલી દુકાનમાંથી રોકડ અને મોબાઇલની ચોરીનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી પ્રનગર પોલીસે એક શખ્‍સને પકડી લીધો હતો.

મળતી વિગતો મુજબ સદર બજારમાં સ્‍ટોક એકસચેન્‍જના બીલ્‍ડીંગમાં આવેલી જે.કે.સીઝન સ્‍ટોર નામની દુકાનમાં અજાણ્‍યો શખ્‍સ શટર ઉચકાવી કબાટના ખાનામાંથી રૂા. ૧,૦૦,૩૦૦ રોકડા તથા મોબાઇલ ફોન મળી રૂા.૧,૦ર, ૩૦૦નો મુદામાલ ચોરી જતા દુકાન માલીક કૃણાલભાઇ છગનભાઇ સગપરીયાએ પ્રનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.

આ ચોરીનો ભેદ ઉકેલવા માટે પોલીસ કમિશ્નર શ્રી રાજુ ભાર્ગવ, જોઇન્‍ટ પોલીસ કમિશ્નર શ્રી ખુરશીદ અહેમદ, ડી.સી.પી. સુધીર દેસાઇ તથા એસીપી પી.કે.દીયોરાએ સુચના આપતા પ્રનગર પોલીસ મથકના પી.આઇ.કે.એ. વાળાની રાહબરી હેઠળ પી.એસ.આઇ. કે.સી.રાણા સ્‍ટાફે સીસીટીવી કુટેજના આધારે તપાસ હાથધરી હતી સીસીટીવી કુટેજમાં એક શખ્‍સ દુકાનનું શટર ઉચકાવી ચોરી કરતો દેખાયો હતો દરમ્‍યાન આ શખ્‍સ સ્‍ટોક એકસચેન્‍જ બીલ્‍ડીંગની પાછળ આવેલ ગાંધીભવન કોમ્‍પ્‍લેક્ષ પાસે ઉભો હોવાની પ્રનગર પોલીસ મથકના હેડ કોન્‍સ કરણભાઇ મારૂ, કોન્‍સ મહાવિરસિંહ જાડેજા અને યુવરાજસિંહ જાડેજાને બાતમી મળતા ગાંધીભવન કોમ્‍પ્‍લેક્ષ પાસેથી રવી શિવાસિંહ સોની (ઉ.ર૭) (રહ.ે રેલનગર છત્રપતિ શીવાજી ટાઉનશીપ ૧/બી એચ.કે.બ્‍લોક નં. ડી./૪૦પ) ને પકડી લઇ રૂા.૧,૦૦,૩૦૦ ની રોકડ તથા એક મોબાઇલ મળી કુલ રૂા.૧,૦ર,૩૦૦નો મુદામાલ કબજે કરી કાર્યવાહી કરી હતી. આ કામગીરી પી.એસ.આઇ. કે.સી.રાણા હેડ કોન્‍સ ધર્મેશભાઇ, કરણભાઇ કોન્‍સ યુવરાજસિંહ, મહાવીરસિંહ, અશોકભાઇ, અનોપસિંહ તથા જયેન્‍દ્રસિંહ દ્વારા કરવામાં આવી હતી

(3:41 pm IST)