Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

વકીલાત ક્ષેત્રે બાર એસો.ના પૂર્વ પ્રમુખ સંજયભાઇ વ્‍યાસે ૩૭ વર્ષની મંઝીલ કાપી ૩૮માં વર્ષમાં પ્રવેશ કર્યો

ન્‍યાયતંત્ર સાથે જોડાઇને સામાજિક - રાજકીય ક્ષેત્રે પણ અનેરૂ યોગદાન આપ્‍યું

રાજકોટ તા. ૨૫ : રાજકોટ બાર એશોસીએસનના પુર્વ પ્રમુખ, સંજયભાઈ વ્‍યાસ - એડવોકેટ- નોટરી આજ રોજ વકીલાતના ક્ષેત્રમાં ૩૭ વર્ષની મંજીલ કાપી ૩૮ માં વર્ષમાં પ્રવેશ કરી રહયા છે.

સંજયભાઈ વ્‍યાસ જામનગર જીલ્લાના ઓખા મુકામે પ્રાથમીક અભ્‍યાસ બાદ કોલેજ કાળનો અભ્‍યાસ રાજકોટમાં પુર્ણ કર્યા બાદ ૧૯૮પ થી રાજકોટ બાર એશોસીએસન ના સભ્‍ય તરીકે વકીલાતની કારર્કીદી શરૂ કરેલ અને રાજકોટ બારમાં ર૦૧૬ સુધીમા ૧૭ વખત ચુંટાઈ આવીને કારોબારી સભ્‍ય,ખજાનચી,જો.સેક્રેટરી,ઉપ પ્રમુખ, સેક્રેટરી તથા ર૦૧૦માં પ્રમુખ તરીકેની જવાબદારી નીભાવેલ અને સફળ રીતે અનેક પ્રોગ્રામો આપેલ, વકીલોના ચાલતા રાજકોટ બાર એશો. એડવોકેટ વેલફેર ફંડના ખજાનચી તરીકે ર૦૦૩ થી ર૦૧૬ સુધી સફળ કામગીરી બજાવેલ છે.

સંજયભાઈ વ્‍યાસ સને ર૦૧૬માં રાજકોટ બાર એશોસીએશનના ઈલેકશનમા બાર એશોસીએશન ના ઈતીહાસમાં સૌથી વધુ જંગી મતની લીડથી પ્રમુખ તરીકે વિજેતા થયેલ અને તેઓની પેનલને પણ જંગી બહુમતીથી ચુટી કઢાવેલ તેઓએ પ્રમુખ તરીકે સને ર૦૧૬માં રાજકોટ મુકામે હેમુ ગઢવી હોલમા તારીખ-૧/૦પ/ર૦૧૬ ના રોજ સમગ્ર ગુજરાતના વકીલો માટે જુદાજુદા કાયદાકીય વિષયો ઉપર લીગલ સેમીનારનુ સફળ આયોજન કરેલ સદરહુ સેમીનારમા ગુજરાત હાઈકોર્ટના મુખ્‍ય ન્‍યાયધીશ શ્રી એસ. સુભાષ રેડી, ગુજરાત હાઈકોર્ટના જજ અને રાજકોટ જીલ્લાના યુનીક જજ શ્રી પરેશભાઈ ઉપાઘ્‍યાય, રાજકોટ જીલ્લાના તત્‍કાલીન ડીસ્‍ટ્રીકટ જજ એ.એમ. દવે તથા રાજકોટ જીલ્લાના તમામ ન્‍યાયમુર્તીઓ તથા સમગ્ર ગુજરાત માથી ભાગ લેવા આશરે ૧ર૦૦ વકીલોએ સેમીનારમા ભાગ લીધેલ અને સેમીનારને ખુબજ સફળ બનાવેલ તેઓએ સને-ર૦૧૬માં લીગલ સેમીનાર ઉપરાંત અટલ બિહારી બાજપાઈ હોલમાં સમગ્ર દેશમાં સૌપ્રથમ વખત ૧પ વર્ષથી વધુ વકીલાત કરતા રાજકોટના મહિલા ધારાશાસ્‍ત્રીઓ, રાજકોટના પસંદ થયેલ સરકારી વકીલો વિગેરેનું ગુજરાત હાઈકોર્ટના લોર્ડશીપ પરેશભાઈ ઉપાઘ્‍યાય તથા જિલ્લાના ન્‍યાયધીશોની હાજરીમાં સન્‍માન કરેલ તેમજ તેઓ એ રાજકોટ ડીસ્‍ટ્રીકટ કોર્ટ પરીસરમાં રાજકોટ બાર એસોસીએશનની વેબસાઈટનું લોન્‍ચીંગનો કાર્યક્રમ કરેલ તેમજ રાજકોટ જીલ્લાના ભુતપુર્વ ડિસ્‍ટ્રીકટ જજ આઈ. સી. શાહ તથા આર.કે. દેસાઈ સાથે પણ લોક અદાલતના કાર્યક્રમમાં તેઓએ તથા સમગ્ર કારોબારી કમીટીએ સુંદર કામગીરી કરેલ છે.

 સંજયભાઈ વ્‍યાસ ઔદિચ્‍ય બ્રાહ્રમણ ખરેડી સમવાય જ્ઞાતિ મંડળ રાજકોટમાં ચાર વર્ષ સુધી સેક્રેટરી તરીકે પણ ફરજ બજાવેલ છે. ભાજપ લીગલ સેલ વોર્ડ નં. ૩માં ચૂંટણી ઇન્‍ચાર્જ તરીકે પણ કામગીરી કરેલ છે.

સંજયભાઈ વ્‍યાસે એ-નેગેટીવ બ્‍લડ કે જે જુજ વ્‍યકિતઓને હોય છે તે બ્‍લડ ગુર્પ ધરાવતા હોઈ અત્‍યાર સુધીમા ૬૦ વાર બ્‍લડ ડોનેટ કરી જરૂરીયાત મંદ લોકોને તથા બ્‍લડ બેન્‍કોમા બ્‍લડ ડોનેટ કરેલ છે.

સંજયભાઈ વ્‍યાસે ૩૭ વર્ષમા તેઓને વકીલાત ક્ષેત્રમાં મદદરૂપ થનાર તમામ અસીલો, મીત્રજનો, સાથી એડવોકેટો, કંપનીઓના અધિકારી ઓ વિગેરે તમામનો આ તકે સહહૃદય આભાર વ્‍યકત કરેલ છે.

સંજયભાઇ વ્‍યાસના પુત્ર પ્રતિક વ્‍યાસ પણ ૨૦૧૬થી એડવોકેટ છે. સંજયભાઈ વ્‍યાસ તેઓના મીલનસાર સ્‍વભાવથી વકીલોમાં તથા મીત્ર વર્તુળમાં ‘‘ચાકુ''ના હુલામણા નામે પ્રસિઘ્‍ધ છે. આજરોજ તેઓએ રાજકોટમા તેમજ સૌરાષ્‍ટ્રના જુદા જુદા સેન્‍ટરોમા સીવીલ, રેલ્‍વે, કિ્રમીનલ, લેબર, એમ.એ.સી.પી. વિગેરે ક્ષેત્રોમા બેદાગ રીતે વકીલાત કરી પુરા ગુજરાતમા અનેક વકીલ મીત્રો બનાવેલ છે તેઓને આજ રોજ વકીલ જગતમાંથી તથા સગા સંબધીઓ તથા મીત્ર વર્તુળ તરફથી તેઓને વકીલાત ક્ષેત્રે ૩૭ વર્ષ પુર્ણ કરી ૩૮ માં વર્ષમા વકીલાત ક્ષેત્રે પ્રવેશ કરેલ હોઈ શુભકામનાઓ પાઠવવામાં આવેલ છે તેમના મોબાઈલ નં. ૯૪ર૭ર ર૧૯૯૭ છે.

(1:43 pm IST)