Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

અમદાવાદમાં ૬ લાખના ચરસ સાથે મોહમંદ હમીદ પકડાયા બાદ રાજકોટ એસઓસજીએ હીદાયત ખાનને દબોચ્યો

એસઓજીના કોન્સ દિવ્યરાજસિંહ ઝાલાની બાતમીઃ હીદાયત ખાને કાશ્મીરથી ચરસ મંગાવ્યાનું રટણ

રાજકોટ તા.રપ : અમદાવાદના નારોલ લાંભા ટર્નિંગ પાસેથી નારોલ પોલીસે બાતમીના આધારે દરોડો પાડી રૂા. ૬ લાખના ચરસ સાથે એક શખ્સને ઝડપી લીધા બાદ આ માદક પદાર્થ મંગાવનાર શખ્સને રાજકોટ એસઓજીએ દુધસાગર રોડ પરથી ઝડપી લીધો હતો.

મળતી વિગત મુજબ અમદાવાદમાં અલગ-અલગ વિસ્તારમાંં માદક પદાર્થનું વેચાણ અને હેરાફેરી કરનારા શખ્સોને પકડી પાડવા માટે અમદાવાદ પોલીસ કમિશ્નર શ્રી સંજય શ્રીવાસ્તવ, શ્રીગૌત્તમ પરમાર, એસીપી એ.એમ.મુનીયા તથા મિલાપ પટેલે સુચના આપતા નારોલ પોલીસ સ્ટેશનના પી.આઇ. આર.એમ.ઝાલા સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે એક શખ્સ નારોલના લાભા ટર્નિંગ પાસેથી માદક પદાર્થ લઇને પસાર થવાનો હોવાની કોન્સ ઓધવભાઇ, ભાવદિપસિંહ અને દોલતસિંહને બાતમી મળતા લાંભા ટર્નિંગ પાસેથી પસાર થતા મોહંમદ હાસીમ અબ્દુલહમીદ (ઉ.ર૬) (રહે. ડોગરી મહોલ્લા મુંબઇ, મુળ માંગરોળ તા.જુનાગઢ) ને પકડી લઇ તલાશી લેતા તેની પાસેથી રૂા. ૬,૦૦,૦૦૦ ની કિંમતના ૪ કિલો ર૦ ગ્રામ ચરસ સાથે પકડી લીધો હતો પોલીસે તેની પુછપરછ કરતા તે આ ગાંજાનો જથ્થો જમ્મુકાશ્મીર, શ્રીનગરના રમીઝડાર પાસેથી લઇને રાજકોટ હીદાયતખાન અફઝલખાન પઠાણને આપવાનો હોવાની કેફીયત આપી હતી દરમ્યાન રાજકોટ શહેર પોલીસ કમિશ્નર શ્રી રાજુ ભાર્ગવ, જોઇન્ટ પોલીસ કમિશ્નર શ્રી ખુરશીદ  એહમદની સુચનાથી એસઓજીના પી.આઇ.જોે.ડી.ઝાલાની રાહબરીમાં એ.એસ.આઇ. વિરમભાઇ ધગલ તથા હેડ કોન્સ મોહિતસિંહ, કોન્સ દિવ્યરાજસિંહ અને રણછોડભાઇ આલ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે દુધસાગર રોડ પર લાખાજીરાજ શ્રમજીવી સોસાયટી શેરી નં.૪માં રહેતા હીદાયતખાન અફઝલખાન પઠાણ (ઉ.૪૧) ને નારોલ પોલીસમાં કબ્જે થયેલા ચરસના કેસમાં પકડી લઇ હીદાયતખાનને અમદાવાદ નારોલ પોલીસને સોપવામાં આવ્યો હતો.

(1:30 pm IST)