Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

ભાનુબેન બાબરીયા હરીયાણાના પ્રવાસે

 હરીયાણાના ગુરૂગ્રામ ખાતે ભાજપના રાષ્‍ટ્રીય મહામંત્રી સી.ટી. રવિ, અનુ.જાતિ મોરચાના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ લાલસિંહ આર્ય, ભાજપના રાષ્‍ટ્રીય સહસંગઠન મહામંત્રી વી. સતિષજીની ઉપસ્‍થિતિમાં અનુ.જાતિ મોરચાની રાષ્‍ટ્રીય પ્રશિક્ષણ શીબીરનું ઉદ્દઘાટન કરાયુ હતુ. આ બે દિવસીય શીબીરમાં ગુજરાત રાજયમાંથી મોરચાના રાષ્‍ટ્રીય મહામંત્રી શંભુનાથજી મહારાજ તેમજ રાજકોટના પૂર્વ ધારાસભ્‍ય શ્રીમતી ભાનુબેન બાબરીયા, દર્શનાબેન વાઘેલા, અનુ.જાતિ મોરચાના પ્રદેશ અધ્‍યક્ષ ડો. પ્રદ્યુમન વાજા, મહામંત્રી ગૌતમભાઇ ગેડીયા, વિક્રમભાઇ ચૌહાણે પણ ભાગ લીધો હતો.

 

(12:24 pm IST)