Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

અમિત અરોરાના કાર્યકાળનું પ્રથમ વર્ષ : શહેરની ગતિ સાથે પ્રગતિ

વર્તમાન કમિશનરના કાર્યકાળમાં વિક્રમી વેરા વસુલાત : રસીકરણમાં ઐતિહાસિક કામગીરી : નવા પુલ નિર્માણાધીન : ડીજીટલ સેવાને પ્રાધાન્‍ય

રાજકોટ તા. ૨૪ : રાજકોટ મ્‍યુનિ. કમિશનર તરીકે અમિત અરોરાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. સૌરાષ્‍ટ્રના પાટનગર સમા રાજકોટ શહેરના ઝડપી વિકાસને આગળ ધપાવવા માળખાકીય સુવિધાઓ વધારવા ઉપર પુરતું ધ્‍યાન કેન્‍દ્રીત કર્યું. પરિણામ સ્‍વરૂપે આજે શહેરમાં રસ્‍તા, પાણી, લાઇટ, ગટરની સુવિધાઓ ઝડપથી વિકસી રહી છે.
રાજકોટ મ્‍યુનિ. કમિશનર તરીકે ૨૪ જુન ૨૦૨૧ના ચાર્જ સંભાળતા અમિત અરોરાએ કાર્યકાળનું એક વર્ષ પૂર્ણ કર્યું છે. આ એક વર્ષમાં અરોરાએ રાજકોટના વિકાસ માટે કરેલ પ્રયાસોના લેખા-જોખા અહીં પ્રસ્‍તુત છે.
કોવિડ વેક્‍સીનેશનને પ્રાધાન્‍ય
કમિશનર તરીકે ચાર્જ સંભાળળી વખતે  અમિત અરોરાએ રાજકોટમાં કોવિડ વેક્‍સીનેશનને પ્રાધાન્‍ય આપવાની વાત કરી હતી અને તેમણે આ મહત્‍વપૂર્ણ કામગીરીને ટોચની અગ્રતા આપી છે. જેના પરિણામે આજ સુધીમાં ૧૮ વર્ષથી મોટી વયના કુલ ૧૩૧૩૩૮૭ નાગરિકોને વેક્‍સિનેશનનો પ્રથમ ડોઝ, ૧૧૮૭૧૧૨ લોકોને બીજો ડોઝ, ૮૪૪૪૧ લોકોને પ્રિકોશન ડોઝ, તેમજ ૧૨ થી ૧૫ વર્ષના બાળકોને પ્રથમ અને બીજો ડોઝ એમ કુલ ૧૯૫૯૨૧ બાળકોને વેક્‍સિનેશનમાં આવરી લેવામાં આવેલ છે.ᅠ જેમાં તા.૨૧ જુન થી તા. ૨૩ જુન સુધીમાં ૭,૫૫,૪૫૬ લોકોને પ્રથમ ડોઝ, ૧૧,૨૬,૨૭૩ લોકોને બીજો ડોઝ અને ૯૫૯૪૭ લોકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવેલ છે.
૯૦થી વધુ સાઈટ વિઝિટ કરી
તેમણે કોરોનાકાળમાં પણ શહેરમાં ચાલી રહેલા વિકાસલક્ષી પ્રોજેક્‍ટ્‍સની કામગીરીની ગતિ અને પ્રગતિ ઝડપી બની રહે તે માટે તેમણે વ્‍યક્‍તિગતરૂપથી શહેરમાં ૯૦ સાઈટ વિઝિટ અને પદાધિકારીશ્રીઓ સાથે રહીને ૨૦ જેટલી સાઈટ વિઝિટ કરી હતી.
ત્રણેય ઝોનમાં ‘વન વિક વન રોડ' ઝૂંબેશ
કમિશનરશ્રીએ ત્રણેય ઝોનમાં ‘વન વિક વન રોડ' ઝૂંબેશ હાથ ધરી વિવિધ પ્રકારની કામગીરી કરાવી હતી. જેમાં ટેક્‍સ બ્રાંચ દ્વારા રૂ.૧૦.૬૨ કરોડ જેવી વસૂલાત કરવામાં આવી હતી. ટીપી શાખા દ્વારા કુલ ૮૭ બિલ્‍ડીંગમાં પાર્કિંગ + ૦.૦૦ લેવલ કરાવેલ, ૭૩૯ સ્‍થળોએ માર્જીન સ્‍પેસમાં કરવામાં આવેલ કાયમી / પતરાનું દબાણ દુર કરાવેલ, ચાલુ કન્‍સ્‍ટ્રકશનની ૨૧ સાઇટમાં ગ્રીન નેટ કરાવેલ અને ૧,૬૪,૫૬૦.૨૧ ચો. ફૂટ જગ્‍યામાં પાર્કિંગની જગ્‍યા ખુલ્લી મુકવામાં આવેલ.ᅠ
વોર્ડ ઓફિસની મુલાકાતો
મ્‍યુનિ. કમિશનર અમિત અરોરાએ શહેરના દરેક વોર્ડની ફેરણી કરી હતી અને આ દરમ્‍યાન વોર્ડ ઓફિસે થતી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.  વોર્ડ ઓફિસ ખાતે આવતી ઓફલાઈન ફરિયાદોને ગ્રીવન્‍સ રીડ્રેશલ એપ્‍લીકેશન સાથે લીંક કરવા સુચના આપી હતી.
લક્ષ્મીનગર અન્‍ડરબ્રિજનું લોકાર્પણ -ઓવરબ્રિજની કામગીરી ગતિમાં
ᅠરાજકોટમાં સરળ પરિવહન માટે વિવિધ મહત્‍વપૂર્ણ ચોક કે ટ્રાફિક જંકશન ખાતે કુલ છ ᅠઓવરબ્રિજ/અન્‍ડરબ્રિજની કામગીરી ઝડપભેર આગળ ધપે તે માટે કમિશનરશ્રીએ વખતોવખત સાઈટ વિઝિટ કરી કાર્યપ્રગતિની સમીક્ષા કરી હતી. આ બ્રિજ પૈકી લક્ષ્મીનગર અન્‍ડરબ્રિજ (સીડીએસ જનરલ બીપીન રાવત અન્‍ડરબ્રીજ)નું લોકાર્પણ થઇ ચૂક્‍યું છે. જયારે અન્‍ય પાંચ ઓવરબ્રિજની કામગીરી પણ ઝડપભેર આગળ ધપી રહી છે અને એ પૈકી સિવિલ હોસ્‍પિટલ ચોકની કામગીરી સંભવતઃ આગામી બે માસમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.
‘રામ વન'
આજી-૧ જળાશય પાસે નિર્માણ પામી રહેલ ‘રામ વન' અર્બન ફોરેસ્‍ટની વખતોવખત મુલાકત લઈ કમિશનરશ્રીએ ખુબ જ ઝડપભેર કામગીરી આગળ ધપાવવા સૌને પ્રેરિત કરતા હવે ‘રામ વન'નું કામ પૂર્ણ થવાના આરે છે અને ટૂંક સમયમાં જ તેના લોકાર્પણનું આયોજન કરવામાં આવનાર છે.
૨૦૨૧-૨૦૨૨માં ઓલ ટાઈમ હાઈ ટેક્‍સ વસૂલાત
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨મા આજે છેલ્લા દિવસે બપોર સુધીમાં ઓલ ટાઈમ હાઈ ટેક્‍સ વસૂલાતની રૂ. ૨૭૨.૮૫ કરોડની રકમ વસૂલ કરવામાં આવેલ છે.ᅠઆᅠઅગાઉ ભૂતકાળમાં વર્ષ ૨૦૧૬-૧૭ માં રૂ.૨૬૨.૭૮ કરોડ વસૂલાત થયેલ.ᅠવર્ષે સૌથી વધારે ૩,૦૯,૧૪૬ કરદાતાઓએ મિલકત વેરો ભરેલ છે જે એક રેકોર્ડ છે.ᅠ
આ ઉપરાંત, મ્‍યુનિસિપલ કમિશનર અમિત અરોરાના કાર્યકાળ દરમ્‍યાન થયેલી અન્‍ય વિવિધ કામગીરી પર નજર કરી એ તો તમામ મોટા પ્રોજેકટસની સાઇટ પર સીસીટીવી કેમેરાથી કાર્ય પ્રગતિનું મોનિટરીંગ,ᅠપ્રિ-મોન્‍સુન પ્‍લાનિંગ : પાણી ભરવાના પ્રશ્નો અને તેના કારણો, શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ ઉકેલો માટે આયોજન : રેડ ઝોનᅠ-ᅠયલો ᅠઝોન પ્રમાણે વિસ્‍તારો સુનિヘતિ કરાયા : રેડ ઝોનમાં સમાવિષ્ટ એરિયા પર સીસીટીવી કેમેરા વડે મોનિટરિંગ : વરસાદ પૂર્વે જ મનપાની ટીમો સ્‍ટેન્‍ડ બાય રખાઈ.
સ્‍માર્ટ સિટી રોબસ્‍ટ ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર,ᅠઅટલ સરોવર, અને GHTC (લાઈટહાઉસ) પ્રોજેક્‍ટની વિઝિટ કર્યા બાદ મ્‍યુનિ. કમિશનર અમિત અરોરાએ શહેરમાં ચાલી રહેલા તમામ મોટા પ્રોજેક્‍ટસની પ્રગતિના મોનિટરિંગ માટે દરેક સાઈટ પર સીસીટીવી કેમેરા મુકવા અને રાઉન્‍ડ ધ ક્‍લોક કામ આગળ ધપાવવા અધિકારીશ્રીઓને સૂચના આપી હતી. આ ઉપરાંત, એક વાહન સીસીટીવી કેમેરાથી સજ્જ કરી અન્‍ય નાના અને મધ્‍યમ પ્રોજેક્‍ટ્‍સનું મોનિટરિંગ થશે.ᅠᅠ
શહેરભરમાં ૨૬ ટીમો દ્વારા ‘સિરો' સર્વેલન્‍સની કામગીરી કરવામાં આવી. શહેરને હરીયાળું બનાવવા ચાલુ વર્ષે વૃક્ષારોપણનું સારૂ પરિણામ મળે તેવા શુભ આશયથી ગો-ગ્રીન યોજના અમલમાં મુકવામાં આવી. ગુજરાતભરમાં સૌપ્રથમ વખત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અદ્યતન અને ફીડબેક-રેટિંગ સહિતની સુવિધા ધરાવતી ‘પીન' આધારિત ફરિયાદ નિવારણ સેવા તેમજ ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૧૨૩-૧૯૭૩નો શુભારંભ કરવામાં આવ્‍યો.

એક વર્ષમાં પ્રાપ્‍ત થયેલ એવોર્ડો
* ક્‍લાયમેટ સ્‍માર્ટ સિટીઝ એસેસમેન્‍ટ ફ્રેમવર્ક (CSCAF)ᅠઅંતર્ગત રાજકોટએ ૪ સ્‍ટાર મેળવ્‍યા.
* સ્‍માર્ટ સિટિઝ મિશન દ્વારાᅠ‘ઇન્‍ડિયા સાયકલ ફોર ચેન્‍જ'ᅠચેલેન્‍જ હેઠળ દેશના ૧૧૩ શહેરોમાંથી પસંદ પામેલા ટોપ-૧૧ શહેરોમાં રાજકોટની પસંદગી થઇઃ રૂપિયા ૦૧ કરોડનો પુરસ્‍કાર
* સ્‍વચ્‍છ સર્વેક્ષણ -૨૦૨૧ અંતર્ગત સમગ્ર દેશમાંથી કુલ ૪૩૨૦ શહેરોમાંથી રાજકોટ શહેરનો ૧૧ મો ક્રમ :ᅠ“Best Citizen Led Initiative” Categoryમાં એક લાખથી વધુ વસ્‍તી ધરાવતા શહેરોમાં પ્રથમ સ્‍થાનઃ ગાર્બેજ ફ્રી સિટી અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાને થ્રી સ્‍ટાર સર્ટીફીકેટ
* રાજકોટ મહાનગરપાલિકાના હાઉસીંગ પ્રોજેક્‍ટનેᅠ“Eletes Innovation Project”ᅠકેટેગરીમાં એવોર્ડ તથા સર્ટીફીકેટ એનાયત
* One Planet City Challenge અંતર્ગત રાજકોટ શહેરને નેશનલ કેપિટલ ઓફ ઇન્‍ડિયા-૨૦૨૨નો ખિતાબ મળ્‍યો.
* રાજકોટ મહાનગરપાલિકાની ફાયર સર્વિસ ટીમની શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડથી સન્‍માનિત.

મ્‍યુનિ. કમિશનરના એક વર્ષના કાર્યકાળમાં થયેલી કામગીરીની આછેરી ઝલક
*    કોવિડ વેક્‍સીનેશનને પ્રાધાન્‍ય          
*    ‘વન વિક વન રોડ'ᅠઝૂંબેશ
*    કમિશનરશ્રીએ ૯૦થી વધુ સાઈટ વિઝિટ
*    RMC On WhatsAPPᅠᅠસર્વિસ
*    સ્‍લમ્‍સમાં કુલ ૫૭ સ્‍થળોએ દીનદયાલ ઉપાધ્‍યાય ક્‍લિનિક શરૂ કરાયા
*    ‘રામ વન'ᅠઅર્બન ફોરેસ્‍ટનું કામ પૂર્ણ થવાની તૈયારીᅠ
*    AIIMSᅠખાતે આવવા-જવા વાહન વ્‍યવહારની સુવિધા સુદ્રઢ બનાવવાનું આયોજન
*    ‘રૂડા'ᅠદ્વારા સેકન્‍ડ રિંગ રોડ ફેઇઝ-૪નું કામ પૂર્ણ થવામાં
*    કોવિડ વેક્‍સિનેશન માટે કુલ ૩૫૨ કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું પ્રત્‍યેક કેમ્‍પમાં સરેરાશ આશરે ૩૦૦ જેટલા લોકોને વિકસીન અપાઈ.ᅠઆ ઉપરાંત પાંચ મેગા ડ્રાઈવમાં આશરે ૧.૫ લાખ લોકોને આવરી લેવાયા
*    કર્મચારી / અધિકારીઓને જન્‍મ દિવસની શુભેચ્‍છાનો પત્ર આપવાની શરૂઆત
*    રાજકોટ મહાનગરપાલિકાનાં ૧૮૯૭ અનેᅠ‘રૂડા‘નાં ૧૯૮૨ આવાસોનું લોકાર્પણ
*    લક્ષ્મીનગર અન્‍ડરબ્રિજᅠ(સીડીએસ બીપીન રાવત અન્‍ડરબ્રીજ)નું લોકાર્પણ અને ૫ ઓવરબ્રિજનું કામ ગતિમાં
*    સ્‍માર્ટ સિટી એરીયામાં લાઈટહાઉસ પ્રોજેક્‍ટ ગતિમાં
*    નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૦૨૨માં ઓલ ટાઈમ હાઈ ટેક્‍સ વસૂલાત
*    સૌ પ્રથમ વાર ઓનલાઈન કલેકશનનો આંકડો ૧૦૦ કરોડને પાર
*    જી.પી.એસ.-જી.પી.આર. આધારિત વેબસાઈટ gis.rmc.gov.in નાગરિકોને વિવિધ પ્રકારની માહિતી ઉપલબ્‍ધ બનાવાઈ
*    ગુજરાતમાં સૌપ્રથમ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફીડબેક-રેટિંગની સુવિધા ધરાવતીᅠ‘પીન'ᅠઆધારિત ફરિયાદ નિવારણ સેવા તેમજ ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૧૨૩-૧૯૭૩નો શુભારંભ
*    સ્‍ટાફને નિવૃતિના દિવસે જ પી.એફ. સહિતના લાભોની ચુકવણીની પ્રણાલી અપનાવી

 

(3:47 pm IST)