Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એટીકેટી પ્રશ્ને કુલપતિ પેથાણીને ઘેરાવઃ અફડાતફડીમાં કાચનો ભુક્કો

પોલીસ દ્વારા પાંચથી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરાઇ

રાજકોટ, તા., ૨૫: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે અખીલ ભારતીય વિદ્યાર્થી પરીષદ દ્વારા એટીકેટી પ્રશ્ને રજુઆત દરમિયાન કુલપતિને ઘેરાવ કરતા અફડાતફડીનો માહોલ વચ્ચે કુલપતિ ઓફીસનો કાચ તુટી ગયો છે. પોલીસે પાંચ કાર્યકર્તાઓની અટકાયત કરી છે.

રાજકોટ અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદ દ્વારા કોવીડ-૧૯ના સમયમાં એકથી ચાર સેમેસ્ટરમાં એટીકેટી હોય તેવા વિદ્યાર્થીઓને સેમેસ્ટર-પ માં પ્રવેશ આપવા અનેકવાર રજુઆત કરેલ. પરંતુ કોઇ યોગ્ય નિર્ણય ન આવતા આજે કુલપતિ ઓફીસમાં ઘેરાવ કરવામાં આવેલ.

આ ઘેરાવ દરમિયાન એક સમયે અફડા-તફડી મચતા કુલપતિ ચેમ્બરમાં રહેલ કાચ તુટી ગયો હતો. સદનસીબે કોઇને ઇજા થઇ નથી.

(4:10 pm IST)