Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

રાજય સરકારે બે વર્ષથી રાજયભરની કન્યા કેળવણીની ગ્રાંટ સ્કુલોને આપી નથીઃ આવેદન

કન્યા શાળાઓની કરોડોની ગ્રાંટ સરકાર વાપરે છે.: કલેકટરને રજુઆત

કન્યા કેળવણીની બંધ થયેલ ગ્રાન્ટ પુનઃ ચાલુ કરવાની માંગણી સાથે આપની બહેનોએ આવેદન પાઠવ્યું હતું (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા.રપ : આમ આદમી પાર્ટી -આપ દ્વારા મુખ્યમંત્રીને સંબોધી કલેકટરને આવેદન પાઠવી કન્યા કેળવણીની બંધ થયેલી ગ્રાન્ટ ચાલુ કરવા માંગણી કરી હતી.

આવેદનમાં જણાવેલ કે, 'બેટી બચાવો'ના નારા કેન્દ્ર સરકાર રર/૧/ર૦૧પ માં આપેલ છે અને૧૦૦/-કરોડ જેવી માતબર રકમ પણ ફાળવેલ છે, ૩૩ શાળાને ચલાવવા માટે તેનો નિભાવ ખર્ચ તેમજ સફાઇ પ્રિન્ટિંગ જવાબ વહી પ્રશ્નપત્રો સ્ટેશનરી શાળાનો લાઇટ બિલ તેમજ સમગ્ર શાળાના વહીવટી ખર્ચ માટે રાજય સરકાર દર વર્ષે કન્યા શાળાઓને ગ્રાન્ટ આપતી હોય છે અને જેના કારણે જ ઉપર દર્શાવેલ તમામ ખર્ચાઓ શાળા કરી અને કન્યા અને ફી લીધા વગર ફ્રીમાં શિક્ષણ આપતી હોય છે પરંતુ છેલ્લા ઘણા સમયથી તેમજ વર્ષ ર૦૧૯-ર૦ ની ગ્રાન્ટ માર્ચ ર૦ર૦ માં આપવાની હતી તે પણ આપેલી નથી તેની સાથે સાથે ચાલુ વર્ષની ગ્રાન્ટ પણ આપવામાં આવેલી નથી. અને આ માત્ર રાજકોટ શહેરની કન્યાશાળાઓનો પ્રશ્ન નથી પરંતુ સમગ્ર ગુજરાત રાજયની તમામ કન્યાશાળાઓમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ  જે છે. તે ગુજરાત સરકાર વાપરે છે અને સમયે આખા વર્ષના ત્રણ હપ્તામાં ગ્રાન્ટ દેવાની હોય અને એ ન દેતા તમામ કન્યાશાળાઓના સંચાલક મંડળ તેમજ આચાર્યઓને ખુબ તકલીફ પડી રહેલી છે, જે આ શાળાઓ ચલાવવામાં વારંવારની રજુઆત સંઘ દ્વારા પણ જિલ્લા શિક્ષણ અધિકારી, શિક્ષણ સચિવ, શિક્ષણ મંત્રી તમામને કરવામાં આવેલી છે. પરંતુ આંખ આડા કાન કરાઇ રહ્યા છે.

(3:27 pm IST)