Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

નવા થોરાળામાં કાકાના ઘરે આવેલી ૧૬ વર્ષની સગીરાને રોહિત ભગાડી ગયો : અપહરણનો ગુનો

રાજકોટ તા. ૨૬ : નવા થોરાળા વિસ્તારમાં કાકાના ઘરે આવેલી ૧૬ વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી કાલાવડ રોડ વામ્બે આવાસ યોજના કવાર્ટરનો શખ્સ ભગાડી જતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ શહેરના રેલનગર વિસ્તારમાં રહેતી ૧૬ વર્ષની સગીરાના કાકાનું અવસાન થયું હોઇ તેથી તે પરિવારજનો સાથે છેલ્લા ૧૫ દિવસથી નવા થોરાળા વિસ્તારમાં કાકાના ઘરે આવી હતી. ગઇકાલે તે ઘરેથી કોઇને કહ્યા વગર નીકળ્યા બાદ પરત ન આવતા તેના પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. તપાસ દરમિયાન કાલાવડ રોડ રાણીટાવર પાસે વામ્બે આવાસ યોજના કવાર્ટરમાં રહેતો રોહિત કિશોરભાઇ ગોરી નામનો શખ્સ સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હોવાનું જાણવા મળતા પરિવારજનોએ થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પી.આઇ. બી.એમ.કાતરીયા તથા રાઇટર અજીતભાઇ ડાભી તથા કેલ્વીનભાઇએ તપાસ હાથ ધરી છે.

(3:15 pm IST)