Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

રેલ્વે સમાચાર

ઓખા-હાવડા, પોરબંદર-હાવડા તહેવાર સ્પેશ્યલ ટ્રેનોની ટ્રીપો વધુ બે મહિના લંબાવાઈ

રાજકોટ, તા. ૨૫ :. મુસાફરોની સુવિધા માટે અને વધતા ટ્રાફીકને પહોંચી વળવા માટે ઓખા-હાવડા અને પોરબંદર-હાવડા વચ્ચે તહેવાર સ્પેશ્યલ ટ્રેનોની ટ્રીપો બે મહિના સુધી વધારી દેવામાં આવ્યાનું ડિવીઝનલ કોમર્શીયલ મેનેજર અભિનવ જૈફએ જણાવ્યુ હતુ.

ટ્રેન નં. ૦૨૯૦૫/ ૦૨૯૦૬ ઓખા-હાવડા સાપ્તાહિક સુપર ફાસ્ટ સ્પેશ્યલ તહેવાર ટ્રેન દર રવિવારે ૨૭ જૂનથી ૨૯ ઓગષ્ટ ૨૦૨૧ સુધી લંબાવી દેવામાં આવી છે. જ્યારે ટ્રેન નં. ૦૨૯૦૬ હાવડા-ઓખા સાપ્તાહિક સુપર ફાસ્ટ દરેક મંગળવારે ૨૯ જૂનથી ૩૧ ઓગષ્ટ સુધી દોડશે.

ટ્રેન નં. ૯૨૦૫ / ૯૨૦૬ પોરબંદર-હાવડા દ્વિસાપ્તાહિક સુપર ફાસ્ટ દર બુધવારે અને ગુરૂવારે ૩૦ જૂનથી ૨૬ ઓગષ્ટ ૨૦૨૧ સુધી લંબાવી દેવાય છે. જ્યારે ટ્રેન નં. ૨૯૦૬ હાવડા-પોરબંદર દ્વિસાપ્તાહિક સુપર ફાસ્ટ દર શુક્રવાર અને શનિવારે ૨ જુલાઈથી ૨૮ ઓગષ્ટ સુધી લંબાવવામાં આવે છે.

ટ્રેન નં. ૨૯૦૫/૯૨૦૫ના વધારેલા ફેરાનુ ટીકીટ બુકીંગ ૨૬ જૂનથી પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર શરૂ થશે. ઉપરોકત દરેક ટ્રેન ખાસ ભાડાથી ચાલશે. આ ટ્રેનો રીઝર્વેશન ટ્રેન હશે.

૨૬-૨૮ જૂને સોમનાથ-જબલપુર ટ્રેન અન્ય રૂટ ઉપરથી ચાલશે

રાજકોટ, તા. ૨૫ :. પશ્ચિમ મધ્ય રેલ્વેના જબલપુરના બીના-કટની મુરવારા સેકશનમાં નોન ઈન્ટરલોકીંગ કાર્ય માટે બ્લોક લગાવવામાં આવ્યો છે. જેને લઈને ભોપાલ-જબલપુર વચ્ચે પરિવર્તીત રેલ ટ્રેક ઉપરથી ટ્રેનો દોડશે. રાજકોટ ડિવીઝનના સિનીયર ડીએસએમ અભિનવ જૈફના જણાવ્યા મુજબ સોમનાથથી ૨૬ જૂન અને ૨૮ જૂન ૨૦૨૧ના ચાલવાવાળી ટ્રેન સંખ્યા ૦૧૪૬૫ સોમનાથ-જબલપુર સ્પેશ્યલ તથા ૨૮ જૂન ૨૦૨૧ના દોડવાવાળી ટ્રેન સંખ્યા ૦૧૪૬૬ જબલપુર-સોમનાથ સ્પેશ્યલ ડાવર્ટેડ રૂટ ઉપરથી વાયા બીના-કટની મૂળવારાની જગ્યાએ વાયા સંત હીરાદારામનગર- ભોપાલ-ઈટાર્સી-જબલપુર થઈને ચાલશે. જે સ્ટેશનો પર આ ટ્રેનો નહી આવે તેમા વિદિશા, ગંજબસોડા, મંડી બમોરા, બીના, કટની મુરવારા, ખુરઈ, સાગર, પથરીયા, દમોહ તથા કટની મુરવારાનો સમાવેશ થાય છે.

(3:12 pm IST)