Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

ઇન્કમટેક્ષ રીર્ટન (૨૦૧૮-૧૯) ભરવાની તારીખ લંબાવાઇ હવે ૩૧ જૂલાઇ સુધી ભરી શકાશે : વ્યાજ અંગે પણ જાહેરાત

રાજકોટ તા. ૨૫ : કેન્દ્રીય - ટેક્ષ બોર્ડે ઇન્કમટેક્ષ રીટર્ન - ૧ લાખ સુધીના સેલ્ફ એસેસમેન્ટમાં વ્યાજ સહિત અનેક બાબતે મહત્વની જાહેરાત કરી - નોટીફીકેશન બહાર પાડયા છે.

જાહેરનામા મુજબ ફાયનાન્સીયલ વર્ષે ૨૦૧૮-૧૯નું ઇન્કમટેક્ષ રીટર્ન ભરવાની તારીખ હવે ૩૧ જુલાઇ ૨૦૨૦ સુધી લંબાવાઇ છે, ૩૧ જુલાઇ સુધી કરદાતાઓ રીટર્ન ભરી શકશે.

આ ઉપરાંત સેલ્ફ એસેસમેન્ટમાં કલમ ૨૩૪-એ હેઠળ ૧ લાખ સુધીની રકમમાં વ્યાજ નહી વસૂલાય, જતું કરાશે તેમ પણ નોટીફિકેશન બહાર પડાયું છે.

ડીડકશન અન્ડર CH-VIA કલમ ૮૦સી - ૮૦ડી - ૮૦જી વિગેરેમાં તારીખ ૩૧ જુલાઇ ૨૦૨૦ સુધી કરાઇ છે. આ ઉપરાંત ટીડીએસ - ટીસીએસમાં કવાર્ટર એન્ડીંગ હપ્તો ૧ માર્ચ - ૨૦૨૦ સુધીનો હતો તે હવે તારીખ લંબાવીને ૩૧ જુલાઇ ૨૦૨૦ સુધી કરાયાનું ખાસ નોટીફિકેશનમાં ઉમેરાયું છે.

(2:50 pm IST)