Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

રાજકોટ સુપર મોમ- સ્પર્ધા

હેલ્ધી મોમ,કિચન કિવન મોમ, વેલગ્રુમ મોમ એમ ત્રણ કેટેગરીમાં સ્પર્ધા યોજાશે

રાજકોટઃ વી કેન ગ્રુપ દ્વારા સતત બીજા વર્ષે માતાઓ માટે રાજકોટ સુપર મોમનું ધમાકેદાર આયોજન થવા જઈ રહ્યું છે. સ્પર્ધાનો મુખ્ય હેતુ માતાઓ પોતાના સ્વાસ્થ્ય માટે સજાગ બને અને સાથે પોતાના ટેલેન્ટને રજૂ કરવાની તક મળે છે. સ્પર્ધા ત્રણ કેટેગરીમાં આયોજીત છે. સ્પર્ધાનો મુખ્ય હેતુ માતાઓ પોતાના સ્વાસ્થ્ય અંગે સજાગ બનેએ છે.

સ્પર્ધામાં (૧) હેલ્ધી મોમ, (૨) કિચન કિવન મોમ, (૩) વેલગ્રુમ મોમ રાજકોટ સુપર મોમનો ખિતાબ જીતવા ત્રણેય કેટેગરીમાં ભાગ લેવો જરૂરી છે. માતાઓની સ્વાસ્થ્ય તપાસ માટે મહિલા તબીબોની ટીમમાં સતનામ હોસ્પિટલના ડો.જયેશ સોનવાણી, ડો.બીના ત્રિવેદી તેમજ ડો.કવિતા રાજના, ડો.વૈભવ કોટેચા (ડેન્ટલ) માર્ગદર્શન હેઠળ વિવિધ તબીબો સેવા આપશે. કિચન કિવન કેટેગરી માટે રાજકોટના માસ્ટર શેફ અમી ગણાત્રા સાથે નામાંકિત હોટલના શેફ પણ સેવા આપશે. સાથે વેલગ્રુમ કેટેગરી માટે ફેશન શો ફેમસ હર્ષ મોટિયાની મમ્મીઓને રેમ્પવોક માટે પ્રેકટિસ કરાવશે.

ભાગ લેનાર દરેક માતાઓને ગિફટ સાથે સર્ટિફિકેટ આપવામાં આવશે. ત્રણેય કેટેટરીમાં કુલ ૫૦ વિજેતાઓમાં પ્રથમ પાંચ વિજેતાઓને ગોલ્ડ ગિફટ, સિલ્વર ગિફટ, ટી.વી. (એલઈડી), ઘરઘંટી, ફ્રિજ જેવા ઈનામોથી નવાજવામાં આવશે.

આયોજનને સફળ બનાવવા વીકેન ગ્રુપની સમગ્ર ટીમ ડો.પીના કોટક, ડો.તૃપ્તિ રાજા, અલ્કાબેન કામદાર, શ્વેતાબેન કોટક, અલ્કાબેન ખગ્રામ, પ્રતિમાબેન, ડો.કવિતા રાજ, ડો.બીના ત્રિવેદી, ઉમાબેન, આશાબેન વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. સાથે વી કેન ગ્રુપના ટ્રસ્ટી ઘનશ્યામભાઈ કોટક, ચેતનભાઈ પજવાણી માર્ગદર્શન પુરૂ પાડી રહ્યાં છે. વધુ માહિતી માટે મો.૮૪૦૧૮ ૯૭૬૦૬ / ૭૩૮૩૮ ૨૫૦૫૦  ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(3:37 pm IST)