Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

મોરબીની અંજની એન્ટરપ્રાઇઝના માલીકને વ્યાજ સહિતની રકમ ચુકવવા કોર્ટનો હુકમ

ખરીદેલ માલની રકમ નહિ ચુકવતા લેણી રકમના દાવામાં

રાજકોટ તા.૨૫: ખરીદેલ માલની રકમ ન ચુકવતા થયેલ લેણી રકમના દાવામાં મોરબીની અંજની એન્ટરપ્રાઇઝના માલીકને વ્યાજ સહીત રકમ ચુકવવાનો કોર્ટે હુકમ કર્યો હતો.

આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે, વાદી અજંતા ઓઇલ ટ્રેડર્સના ભાગીદારી પેઢીના ભાગીદારના કુલમુખત્યાર દરજજે અનીલભાઇ હરસુખભાઇ સખીયા, રહે.૩-ખોડીયાર પાર્ક લાલજી મુળજી ટ્રાન્સપોર્ટનગર, કુવાડવા રોડ, નવાગામ, રાજકોટ વાળાએ લુબ્રીકેટ ઓઇલ વિગેરેની ખરીદી કરી માલની રકમ નહી ચુકવતા અજન્તા ઓઇલ ટ્રેડર્સના ભાગીદારી પેઢીના ભાગીદારના કુલમુખત્યાર દરજજે અનીલભાઇ હરસુખભાઇ સખીયાએ રાજકોટની સ્મોલ કોઝ કોર્ટમાં અંજની એન્ટરપ્રાઇઝના માલીક કલ્પેશભાઇ માવજીભાઇ મોરવાડીયા સામે માલ વેચાણની રૂ.૪૯,૫૪૬ ની લેણી રકમ ૧૮ ટકા વ્યાજ સહીત વસુલવા દાવો કરેલ હતો.

આ દાવો કોર્ટમાં ચાલી જતા કેસની હકકીતો ધ્યાને લઇ અને વાદી પેઢી અજંતા ઓઇલ ટ્રેડર્સના ભાગદારી પેઢીએ રજુ કરેલ વેચાણ બીલો, આધાર-પુરાવાને માન્ય રાખી દલીલો ધ્યાને લઇ કોર્ટે પ્રતિવાદી અંજની એન્ટરપ્રાઇઝના માલીક કલ્પેશભાઇ માવજીભાઇ મોરવાડીયાને વાદી પેઢી અજંતા ઓઇલ ટ્રેડર્સની લેણી રકમ રૂ.૪૯,૫૪૬ તથા તેની ઉપર વ્યાજ સહીતની રકમ તાત્કાલીક ચુકવી આપવાનો હુકમ કરતા કોર્ટ પરીસરમાં ચર્ચાનો વિષય બની ગયેલ.

ઉપરોકત કામમાં વાદી પેઢી અજંતા ઓઇલ ટ્રેડર્સના ભાગીદારી પેઢી વતી રાજકોટના નામાંકીત એડવોકેટ કરણસિંહ એ.ડાભી, પ્રતિક ડી.રાજયગુરૂ, પાર્થ ડી. પીઠડીયા, કુલદીપ પી.રામાનુજ, દેવાંગ વી.ભટ્ટ તથા મહીપાલ એમ.સબાડ રોકાયેલ હતા.

(3:36 pm IST)