Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

ચકચારી બ્રાહ્મણ યુવાનનું અપહરણ કરી હત્યા કરી લાશને જંગલમાં ફેકી દેવાના ગુનામાં ચાર આરોપીની જામીન અરજી રદ

બે વર્ષ બાદ હત્યાનો ભાંડો ફુટતા ગુનો નોંધાયેલઃ વકીલની સલાહથી પુરાવાનો નાશ કર્યો

રાજકોટ તા.રપ : સૌરાષ્ટ્રમાં ચકચારી જગાવનાર બ્રાહ્મણ યુવાન વ્રજેશ જોશીનું અપહરણ કરીને હત્યા કરવાના ગુનામાં પકડાયેલા ચાર આરોપીઓની જામીન અરજીને સુરેન્દ્રનગરની સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી.

આ અંગેની વિગત એવી છે કે, આશરે બે વર્ષ પહેલા ચોટીલા પંથકની અજાણ્યા પુરૂષની લાશ મળતા ચોટીલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.

આ બનાવના બે વર્ષ બાદ જયોતિષનો સહારો લેવાના પિતૃ કાર્ય કરવાનું કહેતા મૃતકના માતા-પિતા સુધી વ્રજેશને લીલ પરણાવવવાની વાત પહોંચતા હત્યાનું પ્રકરણ બહાર આવ્યું હતું.

આ બનાવમાં આરોપીઓએ રાજકોટના એક વકીલની સલાહ લેતા મૃતકની લાશનો નિકાલ કરવાની સલાહ આપી પુરાવાનો નાશ કરવાની સલાહ આપતા આ સમગ્ર બનાવમાં કેટલીક ચોંકાવનારી હકીકતો બહાર આવી હતી.

આ ગુનામાં તપાસના અંતે ડીસીબી, પોલીસે ચાર આરોપીઓ કલ્પેશ બાબુ માળી, અશોક ઉર્ફે મહેશ કાળુ ધોળકીયા, વિરલ જયકિશન પેશાવરીયા અને નેહાર ઉર્ફે નિહાલ મનસુખ સોલંકીની ધરપકડ કરી હતી.

આરોપીઓની પુછપરછ દરમિયાન આરોપીઓએ મરનારનું અપહરણ કરી ચોટીલા પંથકમાં હત્યા કરી જંગલમાં મૃતકની લાશ ફેંકી દીધી હતી.

આરોપીઓની ધરપકડ થયા બાદ આરોપીઓને કોર્ટે જેલ હવાલે કરતા, આ ચાર આરોપીઓએ રેગ્યુલર જામીન અરજી સુરેન્દ્રનગર ડીસ્ટ્રીકટ કોર્ટમાં કરેલ હતી. જાીમન અરજી સામે રાજકોટના તથા મુળ ફરીયાદી તરફે એડવોકેટ અશ્વિનભાઇ ગોસાઇ તથા મોહીત ઠાકરના લેખિત વાંધાઓ લઇને જણાવેલ  કે ઉપરોકત ગુનાના આરોપીઓ ખુબ જ પૈસા પાત્ર અને ખુબ જ ચાલાક અને ગુનો છુપાવી શકે તેવી કાયદાકીય વકીલની સલાહ લઇ કૃત્ય કરેલ છે અને ગુજરનાર માતા-પિતા પોલીસમાં ફરીયાદ ન કરે તે કારણોસર આરોપી પ્રકાશભાઇ તેઓને પગારના પૈસા નિયમીત ચુકવતા હતા અને વ્રૃજેશ બહારગામ ગયેલ છે જેથી આરોપીઓનો ગુનાની જાણ ન થાય તેવી કાર્યવાહી કરેલ. બધા ત્હોમતદારો શિવમ ટેકનોકાસ્ટ કારખાનાના માલીકો તથા તેના કર્મચારી તથા તેની સાથે સંકળાયેલા છે. તપાસ હજુ ચાલુ છે અને જો જાીમન આપવામાં આવે તો પુરાવાનો નાશ કરે તેવી પુરેપુરી શકયતા છે. ગુજરનારના માતા-પિતા અપંગ અને તેના એક માત્ર પુત્રને પ્રિ-પ્લાન કરી મારી નાખેલ છે અને પહેલેથીજ શિફત પુર્વક બચવાનો પ્લાનીંગ કરેલ હોય અને તેઓના ઇરાદો લેણી રકમ પરત મેળવવાના આશયથી મારી નાખવાનો હોય જેથી સમાજમાં ગંભીર અસર ઉપરોકત ગુનાના કામે ત્હોમતદારોને જામીન આપવામાં આવે તો ગંભીર અસર પડે તેમ હોય જેથી જામીન અરજી નામંજુર કરેલ હતી.

સુરેન્દ્રનગર જિલ્લાના સરકારી વકીલ મનસુખભાઇ સભાણીની દલીલો તથા મુળ ફરીયાદી તરફે અશ્વિનભાઇ ગોસાઇ તથા મોહીત ઠાકરની દલીલો તથા લેખિત વાંધાઓ ધ્યાને લઇ આ જામીન અરજી સુરેન્દ્રનગર ડીસ્ટ્રીકટ કોર્ટે નામંજુર કરેલ હતી.

આ કામે સરકાર પક્ષે ડી.જી.પી. શ્રી મનસુખભાઇ સભાણી તથા મુળ ફરીયાદી તરફે રાજકોટના એડવોકેટ શ્રી પીયુષભાઇ શાહ, ધારાશાસ્ત્રી અશ્વિનભાઇ ગોસાઇ, પરેશભાઇ ઠાકર, મોહિત ઠાકર, નિતેષ કથીરીયા, નિવીદ પારેખ, હર્ષીલ શાહ, ચિત્રાંક વ્યાસ, ઘનશ્યામ વાંક, કશ્યપ ઠાકર, રવિ મુલીયા, જીતેન્દ્ર ધુળકોટીયા, વિજય પટગીર, નેહાબેન વ્યાસ વિગેરે રોકાયેલ હતા.

(3:33 pm IST)