Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

શિક્ષક સજજતા સેમીનાર

શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેના સંબંધો અંગે યોજાયેલ રસપ્રદ સેમીનારને સંબોધતા જુનાગઢ જિલ્લા તાલીમ ભવનના પ્રાચાર્ય કનુભાઇ કરકરેએ જણાવેલ કે ભારતીય સંસ્કૃતિ લેણદેણની નહીં પણ દેણની સંસ્કૃતિ છે. મનુષ્યમાં જો સંસ્કારના બીજ રોમપવામાં ન આવે તો તે પ્રાણી બની જાય છે. આવા સંસ્કારો એક શિક્ષક જ આપી શકે. સૌ.યુનિ.ના ડો. ચોટલીયાએ ભાષા જોડણીની જરૂરીયાત, ઉદ્દભાવ અને અર્થની સમજ આપી શિક્ષકના લક્ષ્ય વિષે પ્રકાશ ફેંકયો હતો. આ પ્રસંગે બાંટવા શાળાના શિક્ષક ડો. કૃણાલભાઇ પંડયાએ શાળામાં સર્જવામાં આવતા વાતાવરણ અંગે વિવિધ સ્લાઇડ દર્શાવીને માહીતી રજુ કરી હતી. આ પ્રસંગે ગુરૂકુલ છાત્રાલયના વ્યવસ્થાપક જનમંગલસ્વામીએ સંચાલન કરેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જ્ઞાનબાગ ગુરૂકુલના પ્રિતમસ્વામી, તરવડા ગુરૂકુલના રામસ્વામી, કાળવાચોક ગુરૂકુલના પરમસ્વરૂપ સ્વામી, આચાર્યશ્રી પી. પી. ગુદાણીયા, આચાર્યશ્રી કે. જે. ગજેરાના માર્ગદર્શન હેઠળ જહેમત ઉઠાવાઇ હતી. શાસ્ત્રી હરિપ્રિયદાસજી સ્વામી તથા વિજયભાઇ ગજેરાના માર્ગદશન હેઠળ શિક્ષક સજજતાનો સેમીનાર ગોઠવાયો હતો. જેમાં અભ્યાસક્રમ, પેપર સ્ટાઇલ વગેરેની સઘન ચર્ચા કરવામાં આવી હતી.

(3:32 pm IST)