Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

સ્વચ્છ રાજકોટની આબરૂના લીરાઃઆંગણવાડી કચરા પેટી બની

રાજકોટઃ સ્વચ્છ રાજકોટની ઝૂંબેશ પાછળ મ્યુ.કોર્પોરેશનનું તંત્ર લાખો રૂપિયા ખર્ચ કરે છે. સફાઇમાં અગ્રતા મેળવવામાં ગંદકી કરનારા નાગરીકોને હજારોના દંડ ફટકારે છે. પરંતુ ખૂદ મ્યુ.કોર્પોરેશનના તંત્ર વાહકોની ઘોર બેદરકારીને કારણે દેશના ભવિષ્ય સમાજ બાળકોનું જયાં ભણતર અને ગણતર થાય છે. તેવી આંગણવાડી કચરા પેટી બની ગઇ છે અને ગંદકીથી ખદબદેછે. ત્યારે કોને દંડ  ફટકારવો? તેવો સવાલ નાગરીકોમાં ઉઠવા પામ્યો છે આ અંગે શહેરના ઇતિહાસના ધરોહર સમાન દરબારગઢ ચોકથી આગળ  આવેલ બાવાજીરાજ કન્યાશાળા પાછળ આવેલ શ્રી ઘેલારામજી શેરીના રહેવાસીઓએ કરેલી ફરીયાદમાં જણાવાયું છે. કે આ શેરીમાં આંગણવાડી છે જેની સફાઇ થતીજ નથી પરિણામે અહીં ગંદકિના ગંજ ખડકાયા છ.ે તસ્વીરમાં દર્શાય છે આ ગંદકીથી મચ્છરો-માખીનો ઉપદ્રવ થયો છે. બાળકોના આરોગ્યનું જોખમ ઉભુ થયું છે ઉપરાંત રહેવાસીઓ પણ આ ગંદકીથી ત્રાહીમામ પોકારી ઉઠયા છે. ત્યારે આ આંગણવાડીની તાત્કાલીક સાફ સફાઇ કરાવીને ''રાજકોટની આબરૂના લીરા'' ઉડતા બચાવવા લોકોએ માંગ ઉઠાવી રહ્યા છે.

(3:29 pm IST)