Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

રાજકોટ-મુંબઇ હવાઇ સેવા તુરત શરૂ કરો

ચેમ્બરના પ્રતિનિધિઓ એરપોર્ટના ડાયરેકટરોને મળ્યાઃ ભારપૂર્વક રજૂઆત

રાજકોટ, તા.રપ : રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ રાજકોટ શહેર સૌરાષ્ટ્રની મધ્યમાં આવેલ વેપાર-ઉદ્યોગનું હબ હોવાથી અને દેશના ઝડપી વિકસીત શહેરોમાં સ્થાન ધરાવતું હોવાથી. રાજકોટ-સૌરાષ્ટ્રના વેપાર-ઉદ્યોગના પ્રતિનિધિઓ બિઝનેશ, મેડીકલ ટુરીઝમ, એજયુકેશન અને ઓફીસના ગર્વમેન્ટના કામ-કાજ માટે ઘણા લોકો રાજકોટથી મુંબઇ અવાર-નવાર મુસાફરી કરતા હોય છે અને દીન-પ્રતિદીન મુસાફરોની સંખ્યા વધતી જાય છે. રાજકોટ ચેમ્બરએ રાજકોટ એરપોર્ટ ખાતે હાલમાં એક માત્ર જેટ એરવેઝ કંપની દ્વારા આ શહેર વચ્ચે એરલાઇન્સની સેવા પૂરી પાડવામાં આવતી, પરંતુ આ એરલાઇન્સ કંપનીએ રાજકોટ-મુંબઇ વચ્ચે એરલાઇન્સ સેવા બંધ કરેલ છે. તેથી મોટા પ્રમાણમાં વધુ ટ્રાફીક રહેતો હોય અને વેપાર-ઉદ્યોગ તેમજ આમ પ્રજાને હાલાકી ભોગવવી પડતી હોય તેને ધ્યાનમાં લઇ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ગુજરાત રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, સાંસદશ્રી મોહનભાઇ કુંડારીયા, કેન્દ્રીય સીવીલ એવીએશન મંત્રીશ્રી હરદિપસિંઘ પુરી તથા એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયા-રાજકોટ તેમજ સ્પાઇસ જેટ લીમીટેડ, ઇન્ડિગો તથા એર એશીયાના ચેરમેનશ્રીઓની સમક્ષ રજુઆત કરી છે અને તાજેતરમાં રાજકોટ એરપોર્ટ ડાયરેકટરશ્રીની રાજકોટ ચેમ્બરના પ્રમુખશ્રી વી.પી. વૈષ્ણવ, માનદ્મંત્રીશ્રી નૌતમભાઇ બારસીયા, કારોબારી સભ્યશ્રી વિનોદભાઇ કાછડીયા, સીવિલ એવીએશન કમીટીનાશ્રી ગોપાલભાઇ ઉનડકટએ રૂબરૂ મુલાકાત લીધેલ અને રાજકોટ ચેમ્બર મધ્યસ્થી રહી તાત્કાલીક રાજકોટ-મુંબઇ વચ્ચે એરલાઇન્સ સુવિધા પ્રાપ્ત થાય અને મુસાફરોને મુશ્કેલી ભોગવવી ન પડે તે માટે પ્રયાસ હાથ ધરેલ છે. તેમ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની અખબારી યાદીમાં જણાવેલ છે.

(3:27 pm IST)