Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

ચોમાસુ સૌરાષ્ટ્રના દક્ષિણ કિનારે અને દક્ષિણ ગુજરાતમાં બેસી ગયુ : પ્રિ-મોન્સુન એકિટવીટી ચાલુ રહેશે

પાંચેક દિ'માં ઉત્તર બંગાળની ખાડીમાં લો પ્રેશર બનશે : ગુરૂવારથી પવનની ઝડપ વધશે : અશોકભાઈ પટેલ

રાજકોટ, તા. ૨૫ : દક્ષિણ પશ્ચિમ ચોમાસુ સૌરાષ્ટ્રના દક્ષિણ કિનારે અને દક્ષિણ ગુજરાતમાં બેસી ગયુ છે. સૌરાષ્ટ્ર - કચ્છ- ગુજરાતમાં પ્રિ-મોન્સુન એકટીવીટી ચાલુ રહેશે.

વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યુ છે કે, ચોમાસાની અરબી પાંખ તા.૨૦ જૂનથી સ્થગિત થઈ ગયેલી જે ગઈકાલે આગળ વધી અને મુંબઈથી દક્ષિણે પહોંચેલ. આજે સમગ્ર મધ્ય અરબીમાં ચોમાસુ બેસી ગયુ છે અને નોર્થ અરેબીયન સીમાં દાખલ થયુ છે. ૨૧ ડિગ્રી નોર્થ, ૬૦ ડિગ્રી ઈસ્ટથી વેરાવળ (સૌરાષ્ટ્રનો દક્ષિણ કિનારો) દક્ષિણ ગુજરાત (સુરત) અને ત્યાંથી એમપી તરફ જાય છે. (ઈન્દોરથી પેંદ્રા, લખીમપુર, મુકતેશ્વર, ૩૧ ડિગ્રી નોર્થ, ૮૦ ડિગ્રી ઈસ્ટ).

ગુજરાત ઉપર અને લાગુ પશ્ચિમ એમપી તેમજ નોર્થ મધ્ય મહારાષ્ટ્ર ઉપર ૧.૫ કિ.મી.થી ૨.૧ કિ.મી.ના લેવલ સુધી એક અપરએર સાયકલોનીક સરકયુલેશન છે. તેમજ ૩.૧ કિ.મી.ના લેવલનું એક અપરએર સાયકલોનીક સરકયુલેશન ભારત ઉપર ૧૬ ડિગ્રી લેટીટ્યુડ (ગોવાથી ૧૦૦ કિ.મી. નોર્થ) ઉપરથી (ઈસ્ટ-વેસ્ટ સીઅરઝોન) પસાર થાય છે. આવતા પાંચેક દિવસમાં ઉત્તર બંગાળની ખાડીમાં એક લો પ્રેશર બનશે. તા.૨૭ થી સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાતમાં પવનની ગતિ વધશે. હાલમાં જયાં ચોમાસુ નથી બેઠુ ત્યાં પ્રિ-મોન્સુન એકટીવીટી ચાલુ રહેશે અને જયાં ચોમાસુ બેસી ગયુ છે ત્યાં પણ છુટોછવાયો વરસાદ ચાલુ રહેશે. ઓવરઓલ સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાતમાં તબક્કાવાર ચોમાસુ બેસે તેવો હાલના અનુમાનો મુજબ અંદાજ હોવાનું અશોકભાઈ પટેલે અંતમાં જણાવ્યુ હતું.

(3:19 pm IST)