Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

૧૨ ગ્રાહકો પાસેથી ઓટીપી મેળવી ફ્રોડ કરનાર રાજકોટના જીત પટેલને એલસીબીએ ઝડપી લીધો

ફીન ન્યુ સોલ્યુસન પ્રા.લી.માં ટીમ લીડર તરીકે કામ કરતો જીત ગ્રાહકો પાસેથી ફંડ ટ્રાન્સફરનું ઓટીપી મેળવી છેતરીપીંડી કરતો'તો

શાપર-વેરાવળ, તા., ૨૫ : મોબાઇલ ફોન પર ગ્રાહકો પાસેથી ઓટીપી પાસવર્ડ મેળવી ફંડ ટ્રાન્સફર કરી ફ્રોડ કરનાર રાજકોટના પટેલ યુવાનને એલસીબીએ ઝડપી લીધો હતો. તેણે આ રીતે ૧ર ગ્રાહકો પાસેથી ૧.૪૦ લાખની છેતરપીંડી કર્યાની કબુલાત આપી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ  રાજકોટ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી બલરામ મીણા સમક્ષ ઓન-લાઈન ઓ.ટી.પી.પાસવર્ડ દ્વારા રૂ.૯૦૦૦/- ના ફ્રોડ થયા અંગે લેખીત રજુઆત થયેલ જેથી આ પ્રકારના સાયબર ક્રાઈમને લગતા ગુન્હાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી બલરામ મીણાની  સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.પોલીસ ઈન્સપેકટર એમ.એન.રાણા તથા પો.સબ. ઈન્સ. એચ.એ.જાડેજા  તેમજ સ્ટાફના પો. હેડ. કોન્સ. રવિદેવભાઈ બારડ પો.કોન્સ.જયેન્દ્રસિંહ વાઘેલા, પરાક્રમિસહ ઝાલા, મનવીરભાઈ મિયાત્રા, ભાવેશભાઇ મકવાણા, કુમારભાઈ ચૌહાણ એ બેન્ક તેમજ અન્ય ભોગ-બનનાર સાહેદોની પુછપરછ કરી તેમજ ટેકનીકલ સપોર્ટ મેળવી આ છેતરપીંડી કરનાર જીત કીરીટભાઈ અઘેરા જાતે પટેલ ઉવ.૨૪ રહે.હાલ-મારૂતી સોસાયટી મારૂતી ચોક રાજકોટ તેમજ સુરત, સાંઈ આગમન સોસાયટી ઉમરા વેલંજા રોડ વાળાની પુછ-પરછ કરતા પોતે તા.૧૦/૫/૨૦૧૮ થી તા.૨૮/૦૧/૨૦૧૯ દરમ્યાન પોતે (નિયો) ફિન ન્યુ સોલ્યુશન પ્રા.લી.માં ટીમ લીડર તરીકે નોકરી કરતા અને નીયો બેન્ક ખાતા ખોલતા હોય તે દરમ્યાન વિપુલભાઈ મનસુખભાઈ કોકીયા રહે.રીબડા તા.ગોંડલ તથા હીતેષભાઈ રાયભણભાઈ ગામી રહે. કોઠારીયા સોલવન્ટ રાજકોટ વાળાના નિયો બેંક ખાતા ખોલેલ અને બાદ બન્નેના નિયો બેન્ક એકાઉન્ટમાંથી ઓન લાઈન ફન્ડ ટ્રાન્સફર કરવાની પ્રોસેસ કરી  ખાતા ધારકોને ફોન કરી બેન્કના કર્મચારીના નાતે વિશ્વાસમાં લઇ ફન્ડ ટ્રાન્સફરનો ઓ.ટી.પી.(પાસવર્ડ) મેળવી પાસવર્ડનો ઉપયોગ કરી રૂપીયા ટ્રાન્સફર કરેલ અને આ પ્રકારે આશરે ૧૨ ગ્રાહકોના નિયો બેન્ક ખાતાઓમાંથી ઓ.ટી.પી.દ્વારા તેના મિત્રોના ખાતાઓમાં આશરે રૂ.૧,૪૦,૦૦૦ ફંડ ટ્રાન્સફર દ્વારા જમા કરી છેતરપીંડી આચરેલની કબુલાત આપેલ હતી.

છેતરપીંડીનો ભોગ બનનાર રીબડાના વિપુલ કોળીની ફરીયાદ પરથી પકડાયેલ જીત પટેલ સામે શાપર-વેરાવળ પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરાયો હતો.

(1:24 pm IST)