Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

સસરાના ગામ ખંભાળામાં ઝેરી દવા પી લેનારા નવાગામના રાહુલ મકવાણાએ દમ તોડ્યો

છ માસ પહેલા જ લગ્ન થયા'તાઃ પત્નિ સાથે અગિયારસ કરવા ગયો ત્યારે રોકાવા બાબતે ઝઘડો થતાં પગલુ ભર્યુ'તું: દેવીપૂજક પરિવારમાં અરેરાટી

રાજકોટ તા. ૨૫: નવાગામ આવાસ યોજના કવાર્ટરમાં રહેતાં રાહુલ હકુભાઇ મકવાણા (ઉ.૨૨) નામના દેવીપૂજક યુવાને તા. ૨૧/૬ના રોજ સસરાના ગામ જસદણના ખંભાળા ખાતે ઝેરી દવા પી લેતાં બોટાદ સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો. ગત રાત્રે તેનું મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

હોસ્પિટલ ચોકીના મહેન્દ્રભાઇ પરમાર અને રાજદિપસિંહે જસદણ પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનાર રાહુલ કારખાનામાં મજૂરી કરતો હતો. તેના પરિવારજનોના કહેવા મુજબ છ માસ પહેલા જ તેના લગ્ન ખંભાળાના રમણભાઇ રાફુકીયાની દિકરી શિલ્પા સાથે થયા હતાં. બંને ભીમ અગિયારસ કરવા ખંભાળા ગયા હતાં. બાદમાં પત્નિએ થોડા વધુ દિવસ માવતરે રોકાવું છે તેમ કહેતાં બંને વચ્ચે ચડભડ થતાં રાહુલ ઝેર પી ગયો હતો. સારવારમાં તેણે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(12:05 pm IST)