Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

મોરબી રોડ અમૃતપાર્કના કર્મકાંડી વિશાલભાઇ જોષીની અશોક પાઘડાર વિરૂધ્ધ વળતી રજૂઆત

પાંચ લાખ ઓળવી જવા માટે ખોટી ફરિયાદ કરતાં હોવાના આક્ષેપો

રાજકોટઃ મોરબી રોડ પર અમૃત પાર્કમાં રહેતાં અને કર્મકાંડનું કામ કરતાં વિશાલ ભરતભાઇ જોષી વિરૂધ્ધ અશોકભાઇ પોપટભાઇ પાઘડારે ચોંકાવનારા આક્ષેપો સાથે પોલીસ કમિશનરને અરજી કરી હતી. તેની સામે વિશાલ જોષી તથા બીજા લોકોએ વળતી રજૂઆત કરી વિશાલ જોષી નિર્દોષ હોવાનું જણાવ્યું છે. લેખિત રજૂઆતમાં જણાવાયું છે કે અશોકભાઇ પાઘડારનું મકાન  વિશાલ જોષીએ તા. ૧/૫/૧૯થી ૩૦/૦૪/૨૦૨૨ સુધી લીવ એન્ડ લાયસન્સ ડીડથી રાખ્યું છે. આ મકાન પેટે રૂ. ૨ાા લાખ અશોકભાઇને આપ્યા છે. તેમજ ચેકથી રકમ ચુકવી છે. હવે મકાન ખાલી કરવાનું કહે તે માથાકુટ કરે છે. ૧૧/૫ના રોજ અશોકભાઇએ ધોકાથી હુમલો કરી કપડા ફાડી નાંખી ઝપાજપી કરી હતી. આ બાબતે બી-ડિવીઝનમાં તેના વિરૂધ્ધ ફરિયાદ પણ કરી હતી અને તેની ધરપકડ પણ થઇ હતી. ગેરકાયદેસર રીતે મકાનનો કબ્જો લેવા અને તેની પાસેથી લેણા નીકળતાં રૂ. પાંચ લાખ ઓળવી જવા તે ખોટી રજૂઆતો ફરિયાદો કરે છે. આ અંગે યોગ્ય અને ન્યાયી તપાસ કરવા રજૂઆતમાં માંગણી કરવામાં આવી છે. અરજીની નકલો મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને સમસ્ત બ્રહ્મ સમાજ તથા જ્યોતિષ મંડળ ગુજરાતને પણ મોકલાઇ છે.

(12:03 pm IST)