Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

અપહરણ-બળાત્કારમાં ફરાર ભાણવડનો ભીખુગીરી મેઘનાથી કણકોટથી ઝડપાયો

યુનિવર્સિટી પોલીસ મથકના ડી. સ્ટાફના હેડકોન્સ. હરેશભાઇ અને કોન્સ. મુકેશભાઇની બાતમી પરથી બાવાજી શખ્સને પકડી લેવાયોઃ આકરી પુછતાછ

રાજકોટઃ અપહરણ બળાત્કારના ગુનામાં બે મહિનાથી ફરાર મુળ ભાણવડના રામેશ્વર પ્લોટ આશાબાપીરની દરગાહ પાસે રહેતાં ભીખુગીરી દેવગર મેઘનાથી (ઉ.૨૪) નામના બાવાજી શખ્સને યુનિવર્સિટી પોલીસ મથકના હેડકોન્સ. હરેશભાઇ તથા કોન્સ. મુકેશભાઇને મળેલી બાતમી પરથી કણકોટ ગામેથી ઝડપી લેવાયો છે. ભીુખગીરી અગાઉ રાજકોટ રહેતો હતો. તેણે ગત એપ્રિલ મહિનામાં એક છોકરીનું અપહરણ કરી જુદા-જુદા સ્થળે લઇ જઇ બળાત્કાર ગુજાર્યો હતો અને બાદમાં યુવતિને તરછોડી ભાગી ગયો હતો. આ મામલે તેના વિરૂધ્ધ તા. ૮/૪/૧૯ના રોજ યુનિવર્સિટી પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. ત્યારથી સતત ફરાર આ શખ્સ ગઇકાલે કણકોટ આવ્યાની માહિતી પરથી ઝડપી લેવાયો છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર અજયકુમાર ચોૈધરી, ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એચ. સરવૈયા, એસીપી પી. કે. દિયોરાની સુચના હેઠળ યુનિવર્સિટી પોલીસ મથકના ઇન્ચાર્જ બી. જી. ડાંગર, પીએસઆઇ એમ. વી. રબારી, હેડકોન્સ. જે. પી. મેવાડા, હરેશભાઇ પરમાર, રાજેશભાઇ, હરપાલસિંહ, ગિરીરાજસિંહ, મુકેશભાઇ, પુષ્પરાજસિંહ સહિતે આ કામગીરી કરી હતી.

(12:02 pm IST)