Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

બામણબોરના રાજૂભાઇ બર્મનનું બેભાન હાલતમાં મોત નિપજ્યું

રાજકોટ તા. ૨૫: બામણબોરમાં પ્લાયવૂડની ફેકટરી પાસે રહેતાં રાજૂભાઇ નૌમીદીન ઇશ્વરદીન વર્મા (ઉ.૩૨)ને સાંજે બેભાન હાલતમાં કુવાડવા આરોગ્ય કેન્દ્રમાં અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોડી રાત્રે દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના મહેન્દ્રભાઇ પરમાર અને રાજદિપસિંહ ચોૈહાણે કાગળો કરી બામણબોર જાણ કરી હતી. મૃતક મુળ મધ્યપ્રદેશનો હતો અને બામણબોર કારખાનામાં મજૂરી કરતો હતો. મૃતકને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. બામણબોર પોલીસે મોતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

(11:54 am IST)