Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

રાજકોટમાં સતત બીજા દિવસે વીજ તંત્રનું ચેકીંગ પાંચ સબ ડિવિઝન આવરી લેવાયા : ૯ ફીડરમાં દરોડા

રાજકોટ, તા. રપ : રાજકોટ વીજ તંત્રની વીજીલન્સ ટીમે ગઇકાલથી દરોડાનો દોર શરૂ કર્યો છે. ગઇકાલે ૧પપ સ્થળે વીજચોરી ઝડપી લઇ રપ લાખના બીલો ફટકાર્યા બાદ આજે સતત બીજા દિવસે રાજકોટ સીટી-૩, ડિવિઝનમાં ૪૬ ટીમો પોલીસ, એકસ આર્મીમેન અને વિડીયોગ્રાફરોને સાથે રાખી ત્રાટકી છે.

રાજકોટ-૩ના માધાપર, રૈયા, મવડી, નાનામવા, કાલાવડ રોડ સબ ડીવીઝન વિસ્તારમાં દરોડા પડાયા છે. મોનીટરીંગ એકઝી. ઇજનેર એચ.બી. પરમાર કરી રહ્યા છે.

સૂત્રોના ઉમેર્યા પ્રમાણે મોટા કોમર્શીયલ સંકુલો અને રેસીડન્સમાં ચેકીંગ શરૂ કરાયું છે. કુલ ૯ ફીડર આવરી લેવાયા છે.

(11:53 am IST)