Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓનું કરાશે સન્માનઃ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ-નોટબૂક વિતરણ

રાજકોટ તા.૨૫: ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમસ્ત રાજકોટ દ્વારા હર હંમેશ વિવિધ પ્રકારની સામાજીક સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવતી હોય છે. તે અંતર્ગત આ વર્ષે પણ જ્ઞાતિ સમસ્તાના વિદ્યાર્થીઓ માટે સરસ્વતી સન્માન સમારોહ તથા સંપૂર્ણ વિનામુલ્યે નોટબુક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

જેના અનુસંધાને શ્રી ગુર્જર ક્ષત્રિય જ્ઞાતિની વિવિધ સંસ્થાઓની એક મીટીંગ તાજેતરમાં જ્ઞાતિ સમસ્ત, રાજકોટના પ્રમુખશ્રી નરેન્દ્રબાપુ સોલંકીના અધ્યક્ષ સ્થાને રાખેલ હતી. જેમાં નવા શૈક્ષણિક વર્ષમાં જળહળતી સફળતા પ્રાપ્ત કરનાર જ્ઞાતિના તમામ વિદ્યાર્થીઓ કે જેઓએ ધો.૧ થી ૪માં ૮૫ ટકા, ધો.૫ થી ૭ માં ૭૫ ટકા ધો.૮ અને ૯માં ૬૫ ટકા ધો.૧૦ થી ૧૨ ત્થા કોલેજ ની તમામ ફેકલ્ટીઝમાં જેવીકે આર્ટસ, કોમર્સ, સાયન્સ,મેડીકલ,એન્જીનીયરીંગમાં ૬૦ ટકા થી વધુ માર્કસ મેળવેલ હોય તેઓ દરેકને શિલ્ડ, તથા બેગ અને દસ ચોપડાનો ૧સેટ એવા નોટબુકોથી પ્રોત્સાહિત તથા સન્માનિત કરવામાં આવશે.

ઉપરાંત સરકારી સ્કૂલમાં રાજકોટ સ્કૂલ બોર્ડની સ્કૂલમાં અભ્યાસ કરતાં ગરીબ અને મધ્યમ વર્ગના તમામ કડિયા જ્ઞાતિના વિદ્યાર્થીઓને ટકાવારી લક્ષમાં લેવામાં આવ્યા વગર ૧૦-૧૦ ચોપડા તથા સ્કુલ બેગ આપવામાં આવનાર છે.

દરેક વિદ્યાર્થીઓ કે જેઓ ધોરણ ૧૦ શરૂ કરીને પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીમાં પ્રથમ, બીજા અને ત્રીજા ક્રમાકે ગ્રેજીએટ ક્રમાંકે આવતા હોય તેઓ દરેકને શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવશે. અંગ્રેજી તથા ગુજરાતી મીડીયમના વિદ્યાર્થીઓને અલગ અલગ પ્રથમ બીજા અને ત્રીજા ક્રમાંકને શીલ્ડ આપવાનું નક્કી કરવામાં આવેલ છે.

ઉપરાંત જ્ઞાતિના વિદ્યાર્થીઓ કે જે વિવિધક્ષેત્રમાં જેવીકે કલા, સંસ્કૃતિ,નાટિય, અભીનય, સંગીત, યોગ વગેરેમાં વિશીષ્ટ સફળતા મેળવેલ હોય તેઓનો એક સાંસ્કૃતીક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. તેઓનુ પણ સન્માન કરવામાં આવશે. આવા જ્ઞાતિ સમસ્તના કોઇપણ વ્યકિતએ કોઇ પણ ક્ષેત્રમાં ઉચ્ચ સિધ્ધિ પ્રાપ્ત કરેલ હોયતો તેઓએ ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમસ્તનું કાર્યાલય ૧-ગોપાલનગર, ગોપીનથ કોમ્પલેક્ષ, ગાયત્રીનગર મેઇન રોડ ખાતે રૂબરૂ સવારે ૧૦ થી ૧૨ તથા પ થી ૭માં આવી તેના વિષે જાણકારી આપવાની રહેશે. જેથી કાર્યક્રમમાં તેઓની યોગ્ય વ્યવસ્થા કરી શકાય.આ સરસ્વતી સમારંભમાં અંદાજે ૬ થી ૭ હજાર જેટલા જ્ઞાતિ બંધુઓ હાજર રહેવાના હોય આ માટેની તડામાર તૈયારીઓ ચાલી રહેલ છે. સમારંભમાં સૌરાષ્ટ્ર ગુજરાત,મુંબઇ,પુના વગેરેથી જ્ઞાતિના પ્રમુખ હોદેદારો આગેવાનો ઉપસ્થિત રહેશે. રાજકીય મહાનુભાવો પણ ઉપસ્થિત રહે તેવુ આયોજન થઇ રહ્યુ છે.

સમારંભમાં ઉપસ્થિત રહેવાનો લાભ લેવા માટેના ફોર્મનું વિતરણ ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમસ્ત, રાજકોટના કાર્યાલયઃ ગાયત્રીનગર મેઇન રોડ, રાજકોટ ખાતેથી મેળવી લેવુ ફોર્મ વિતરણ ચાલુ છે. ફોર્મ મેળવવાનો સમય સવારે ૧૦ થી ૧૨ તથા સાંજના ૫ થી ૭નો રહેશે. ફોર્મ સંપૂર્ણ વિગતે ભરીને સુધીમાં ઉપરોકત સમય દરમ્યાન પરત કરવાના રહેશે.

જ્ઞાતિ સમસ્તનાં પ્રમુખ શ્રી નરેન્દ્રભાઇ સોલંકીના માર્ગદર્શન હેઠળ આગામી કાર્યક્રમને સફળ બનાવવા માટે જ્ઞાતિના કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.

(11:51 am IST)