Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

સ્માર્ટઘર આવાસ યોજનાના ફોર્મનું ૧ જુલાઇથી વિતરણ

આઇ.સી.આઇ બેંકની તમામ શાખાઓ માંથી મળશેઃ સ્પીડવેલ પાર્ટી પ્લોટ અને જીવરાજ પાર્ક વિસ્તારમાં ૨૧૭૬ ૧બીએચકે ફલેટ ૩ લાખમાં અપાશેઃબીનાબેન આચાર્ય, બંછાનિધિ પાની તથા સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડની જાહેરાત

રાજકોટ,તા.૨૪:  મહાનગરપાલિકા દ્વારા ભ્પ્ખ્ળ્ હેઠળ બનનારી સ્માર્ટ ધર ૧-૨-૩ ના કુલ ૨૧૭૬ આવાસ માટેના ફોર્મ વિતરણ તા.૦૧ જુલાઇ થી ૩૧ જુલાઇ દરમ્યાન  રાજકોટ આઈ.સી.આઈ.સી.આઈ. બેન્કની તમામ શાખા પરથી કરવામાં આવશે, તેમ માન. મેયર બીનાબેન આચાર્ય, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ અને મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીની જાહેરાતએ જણાવ્યું હતું.

વધુ માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે, પ્રધામંત્રી આવાસ યોજના હેઠળ બનનારી આ આવાસ યોજનાના તમામ સ્માર્ટ ધરના ફ્લેટની ફાળવણી કમ્પ્યુટર ડ્રો મારફત કરવામાં આવશે. સ્માર્ટ ધર–ચ્ષ્લ્-૧ આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે બનાવવામાં આવશે. જે કુટુંબની સંપૂર્ણ વાર્ષિક આવક રૂપિયા ૦૩ લાખ સુધી હશે તેવા કુટુંબો આ આવાસના ફોર્મ ભરી શકશે. રાજકોટની આઈ.સી.આઈ.સી.આઈ. (ત્ઘ્ત્ઘ્ત્) બેન્કની વિવિધ શાખાએથી તા.૧ જુલાઇ થી ૩૧જુલાઇ દરમ્યાન આ યોજના માટેના અરજીપત્રકો મેળવવાના તથા ભરેલા અરજીપત્રકો પરત કરવાના રહેશે. ફોર્મની કિંમત રૂ.૧૦૦/- રહેશે.

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બનનારી આ આવાસમાં કુલ ૨૧૭૬ આવાસોનું બાંધકામ કરવામાં આવશે. દરેક આવાસની કીમત રૂપિયા ૦૩.૦૦ લાખ રાખવામાં આવી છે, જેમાં એક રૂમ, હોલ, કિચન, તથા સંડાસ-બાથરૂમની વ્યવસ્થા હશે, ઉપરાંત વધુમાં આકર્ષક એલીવેશન, વિશાલ પાર્કિંગ, અગ્નિ શમન તથા લીફ્ટની વ્યવસ્થા પણ આપવામાં આવશે. આ આવાસ માટે બેન્કો દ્વારા સરળતાથી લોન કરી આપવામાં આવશે તેમજ ૧૦૦  દસ્તાવેજ કરી આપવામાં આવશે. આ આવાસ યોજનાના ફોર્મ માત્ર બેંક મારફત જ વિતરણ કરવામાં આવશે, તેમ પણ મ્યુનિ. કમિશનરશ્રીએ જણાવ્યું હતું.

કયા વિસ્તારમાં કેટલા આવાસો

સ્માર્ટધર – ૧ સ્પીડવેલ પાર્ટી પ્લોટની બાજુમાં મવડી રૂરલ પોલીસ હેડકવાર્ટર પાસે-૩૮૪, PMAY સ્માર્ટધર – ૨ ૨૯/ઘ્ સ્પીડવેલ પાર્ટી પ્લોટની પાછળ, જીવરાજ પાર્ક ૮૦ ફૂટ મેઈન રોડ-૬૧૬,PMAY સ્માર્ટધર – ૩ આર્યલેન્ડ રેસીડેન્સીની પાછળ, શાંતિવન પરિસર બાજુમાં, જીવરાજ પાર્ક ૮૦ ફૂટ મેઈન રોડ પાસે ૧૧૭૬ સહિત કુલ ૨૧૭૬ આવાસો બનશે.

(3:37 pm IST)