Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

સીટી બસમાં મુસાફરો કેમ વધારશો ? બીનાબેન

આવક-જાવક, સમયસર, ડ્રાઇવર-કન્ડકટરની સંખ્યા સહિતના પ્રશ્ને ચર્ચા : મેયર-અધિકારીઓ સાથે મીટીંગ યોજી

રાજકોટ, તા. રપઃ શહેરીજનોને માસ ટ્રાન્સપોર્ટની સેવા મળી રહે તે માટે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા છેલ્લા ઘણા સમયની સીટી બસનો પ્રારંભ કરવામાં આવ્યો. આ સીટી બસમાં મુસાફરોની સંખ્યા વધારવા, બસની આવક-જાવક, ડ્રાઇવર-કન્ડકટરની સંખ્યા, સમયસર બસ પહોંચે છે કે નહિ સહિતના પ્રશ્ને મેયર બીનાબેન આચાર્યએ સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે મીટીંગ યોજી ચર્ચા કરી હતી.

આ અંગે મેયર બીનાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, મ્યુનિ. કોર્પોરેશનના નેજા હેઠળ આરએમટીએસ સંચાલિત ૬૦ નાની બસ, ૩૦ મોટી બસ તથા ૧૦ બીઆરટીએસ બસ દોડે છે. આ સીટી બસમાં મુસાફરોની સંખ્યા વધારવા, બસ સમયસર દોડે છે કે નહીં ?, આવક-જાવક સહિતના પ્રશ્ને સબંધિત વિભાગના અધિકારીઓ સાથે મીટીંગ યોજી હતી અને ઉપરોકત વિષયની ચર્ચા કરી હતી. આગામી સમયમાં લોકોને સીટી બસ તરફ વાળવા સહિતના પ્રયત્નો કરવા સીટી બસની જાવક ઘટાડવા સહિતના મુદા અંગે ચર્ચા કરી હતી તેમ અંતમાં બીનાબેનએ જણાવ્યું હતું.

(4:08 pm IST)