Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

તંત્રના પાપે અડધુ રાજકોટ તરસ્યુ રહ્યું : કોંગ્રેસ

આજે રૈયાધાર, પોપટપરા, બજરંગવાડી, મવડી અને ચંદ્રેશનગર પમ્પીંગ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં પાણી વિતરણ નહિ : રાષ્ટ્રીય સ્વચ્છતા સર્વેક્ષણમાં રાજકોટ ૩પમાં ક્રમાકે : વિપક્ષી ઉપનેતા મનસુખભાઇ કાલરિયા

રાજકોટ, તા. રપ : મ્યુનિ. કોર્પોરેશન દ્વારા આજે શહેરના વેસ્ટ ઝોન હેઠળના ૧ર વોર્ડના અર્ધા વિસ્તારોમાં પાણીકાપ મોકવામાં આવ્યો છે ત્યારે વિપક્ષી ઉપનેતા મનસુખભાઇ કાલરીયા એ તંત્રએ વાલ્વ બદલવાના બહાના હેઠળ આજે અડધા રાજકોટમાં પાણી વિતરણ કરાયું નહતું અને તાજેતરમાં રાષ્ટ્રી સ્વચ્છતા સર્વેક્ષણમાં રાજકોટનો ૩પ ક્રમ અપાતા તંત્ર શરમજનક બાબત હોવાનો આક્ષેપ કર્યો હતો.

આ અંગે વિપક્ષી .પનેતા મનસુખભાઇ કાલરીયાએ એક યાદીમાં જણાવ્યું હતું કે, સ્માર્ટસીટીની મોટી મોટી વાતો, 'ઘનિષ્ટ સફાઇ ઝુંબેશ' ,'વન ડે વન વોર્ડ' જેવા તાયફાઓ, કરોડોની ગરાન્ટ છતા પણ શહેરના મોટાભાગના વિસ્તારોમાં સફાઇ નિયમિત થતી નથી. ટીપરવેન સેવા ખૂબજ અનિયમિત છે. ન્યુસન્સ પોઇન્ટ બનેલા સેંકડો ખૂલ્લા પ્લોટ જૈસે થે જ છે.

રાષ્ટ્રીય સ્વચ્છતા સર્વેમાં રાજકોટ શહેર અગાઉ ૭માં ક્રમે પછી ૧૮માં ક્રમે અને હવે ૩પમાં ક્રમે ધકેલાઇ ગયું.

શહેરમાં દુષિત પાણી વિતરણ અને ધીમા ફોર્સની અનેક ફરીયાદો શહેરના મોટા ભાગના વિસ્તારોમાં આવી રહી છે. આવા સમયે જ મનપાના તંત્રએ વાલ્વ બદલવાના બહાના તળે આજે અર્ધા રાજકોટમાં પાણીકાપ લાદેલ છે. તેનાથી શહેરીજનોને વધુ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તેવો આક્ષેપ કર્યો હતો.

(4:07 pm IST)