Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

ડાયરેકટર હારીતઋષી પુરોહીતની ગુજરાતી ડિરેકટરની સ્ક્રીપ્ટ રોમ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં વિજેતા

રાજકોટ,તા.૨૫: અત્યારે ગુજરાતી ફિલ્મનો સુવર્ણકાળ ચાલી રહ્યો છે. ગુજરાતી ફિલ્મના જાણીતા ડિરેકટર હારિતઋષિ પુરોહિત(મો.૯૮૨૪૩ ૩૩૦૩૫)ની ગુજરાતી ફિલ્મ સ્ક્રીપ્ટ 'રોમ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ'માં વિજેતા થઈ છે. ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે લઈ જતી આ એક મોટી અને નોંધપાત્ર ઘટના છે.

'આપણે તો ધીરૂભાઈ' અને 'લેટ ધેમ પ્લે' જેવી સામાજિક સંદેશો આપતી ફિલ્મ બનાવી ચૂકેલા હારિતઋષિની સ્ક્રીપ્ટ વિવિધ રાઉન્ડ પાસ કરીને ફાઈનલ સુધી પહોંચી છે. આખા જગતમાં જાણીતા 'રોમ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ'માં દુનિયાભરમાંથી આવેલી સ્ક્રીપ્ટ વચ્ચે ગુજરાતી સ્ક્રીપ્ટ પસંદ થઈએ પણ ગુજરાતી ભાષા માટે ગૌરવરૂપ ઘટના છે. હારિતઋષિએ જણાવ્યુ હતું કે મેં મારી આગામી ફિલ્મ માટે એડવેન્ચર અને કોમેડીનું મિશ્રણ કરી એક સ્ક્રીપ્ટ તૈયાર કરી હતી. આવી ફિલ્મ ગુજરાતી ભાષામાં નહિવત બની છે. દરમિયાન મને ''પ્રિઝમા રોમ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલની જાણકારી મળતાં મે તેમાં સ્ક્રીપ્ટ મોકલાવી હતી. તેમના નિયમ પ્રમાણે ગુજરાતી વાર્તાની સ્ક્રીપ્ટ અંગ્રેજીમાં અનુવાદિત કરી હતી. એ ફેસ્ટિવલમાં ભારતમાંથી અને દુનિયામાં અનેક સ્ક્રીપ્ટ આવતી હોય છે. એ વચ્ચે મારી ફિલ્મ પસંદ થઈ એ મારા માટે અંગત આનંદનો વિષય છે, પરંતુ વધુ ગૌરવએ વાતનું છે કે ગુજરાતી ફિલ્મોને નવી વૈશ્વિક ઓળખ મળી છે.''

સતત ફરતા રહેતા ગુજરાતીઓ ગ્લોબલ તો વર્ષોથી છે જ પણ ગુજરાતી ફિલ્મોને વૈશ્વિક સ્તરે લઈ જવામાં ઘણી મહેનત કરવી પડે છે. કોઈપણ સારી ફિલ્મ માટે સારી પટકથા (સ્ક્રીપ્ટ) લખાવી જરૂરી છે. હારિતઋષિના જણાવ્યા મુજબ તેમને આ સ્ક્રીપ્ટ માટેના અનેક પ્રતિભાવો મળી રહ્યા છે અને આ રીતે મળતા આ પ્રોત્સાહનથી ખુબજ ઉત્સાહપૂર્વક ફિલ્મ નિર્માણ માટે આગળ વધી રહ્યા છે.

(4:06 pm IST)