Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

ગોલ્ડન સર્કસને પ૦ હજારનો દંડ ફટકારતા પાની

શહેરના વિવિધ વિસ્તારમાં મંજુરી વિના આડેધડ બોર્ડ-બેનરો ગોલ્ડન સર્કસે લગાડયા : મ્યુનિ.કમીશ્નર લાલઘુમ

 

રાજકોટ તા. રપ : શહેરમાં અનેક જાહેર સ્થળોએ દિવાલો પર તેમજ રાજકોટ મહાનગરલિકાના સીસીટીવી નેટવર્ક માટેના બોકસ પર અનાધિકૃત રીતે પોસ્ટર અને બેનરો ચોંટાડી દેનાર ગોલ્ડન સર્કસના મેનેજમેન્ટ વિરૂધ્ધ કમિશનર બંછાનિધી પાનીએ આકરૂ વલણ અપાવ્યું છે.

આ અંગે મ્યુનિ.કમિનશર બંછાનિધિ પાનીએ ગોલ્ડન સર્કસ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની મંજુરી મેળવ્યા વગર જ શહેરમાં કેટલીક જગ્યાએ જાહેર તેમજ ખાનગી મિલકતો ઉપર પોતાની જાહેરાત કરતા પોસ્ટરો અને બેનરો લગાવવામાં આવ્યા હોવાનું ધ્યાને આવેલ છે. ગોલ્ડન સર્કસની આ હરકત બદલ તેની પાસેથી રૂ. પ૦,૦૦૦/-નો વહીવટી ચાર્જ વસૂલવા આદેશ કરવામાં આવ્યો છે.

મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીના આદેશને પગલે એસ્ટેટ વિભાગના આસી.મેનેજર બી.એલ.કાથરોટીયા દ્વારા વહીવટી ચાર્જ વસુલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.(૬.૧૭)

(3:47 pm IST)