Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

રાજકોટ સીટી વુમન્સ કલબ દ્વારા ગરિમાપુર્ણ વસ્ત્રપરિધાન સાથે યોજાયો ફેશન શો

રાજકોટ તા. ૨૫ : રાજકોટ સીટી વુમન્સ કલબ દ્વારા સભ્ય બહેનો માટે હેમુગઢવી હોલ ખાતે  ટોપ - મોડેલ ફેશન  શોનું આયોજન કરવામાં આવેલ. પ્રમુખ પ્રફુલાબેન મહેતાના માર્ગદર્શન હેઠળ બહેનોની શકિતને બહાર લાવવા ;ુંદર કાર્યક્રમ રાખવામાં આવેલ. ત્રણ વિભાગમાં ( એ)માં ૨૦ થી ૪૦ (બી)માં ૫૦ થી ૬૦ વર્ષ સુધીના બહેનોએ ભાગ લીધેલ સાથે (ડી)માં  ગુજરાત લેવલે જે ફેશન શો થઇ ગયેલ તેવા બહેનોએ પણ આ ફેશન શો માં ભાગ લઇ પોતાનુ પરર્ફોમન્સ આપેલ.  કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે સંધ્યાબેન  ગેહલોતે વોક  વોક રીને ફેશન શોને ખુલ્લો મુકયો હતો. ફેશન શોમાં અમદાવાદથી પધારેલ નિર્ણાયક તથા રાજકોટના બે સચોટ નિર્ણાયકો દ્વારા નિર્ણય આપી વિજેતા જાહેર કરાયા હતા. દરેક વીજેતાને શિલ્ડ, બેલ્ટ તાજ , તથા પ્રમાણ પત્ર આપી સન્માનીત કરેલ.  બાકી દરેક  બહેનોને   સુંદર પ્રમાણ પત્ર આપી પ્રોત્સાહીત કરાયા હતા.  કાર્યક્રમને સફળ બનાવવા કુમારી મેઘા બારડે બહેનોને ૧૫ દિવસ ટ્રેનીંગ આપી હતી. ટોપ ફેશન શો નિહાળી ઓડિયન્સે તાલીઓના ગળગળાટથી હોલ ગુજાવ્યો હતો.  એક થી એક ચડે તેવી રીતે સ્પર્ધાક બહેનો એ પોતાની કૃતિ જાહેર કરેલ. મુખ્ય મહેમાન  તરીકે સંધ્યાબેન ગોહેલત, રાજકુંવર લેડીઝ કલબના  પ્રમુખ  શોભનાબેન  દોશી, કુમુદબેન મહેતા, દિપ્તીબેન ઓઝા, સરોજબેન મોદી વગેરે ઉપસ્થિત રહેલ. રાજકોટ સીટી  વુમન્સ કલબ માં જેણે  બેસ્ટ વર્કીંગ કરેલ તેવા દીનાબેન મોદી  અને  દર્શનાબેન મહેતાને પણ શિલ્ડ આપી તેમની કામગીરી ની પ્રશંસા કરેલ.  પ૦ થી વધારે સભ્ય સંખ્યા ધરાવતા  રાજકોટ સીટી વુમન્સ કલબનો પરિચય બિન્દુબેન મહેતાએ આપેલ.

કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ પ્રફુલાબેન મહેતા , બિન્દુંબેન મહેતા સેક્રેટરી ઈન્દીરાબેન ઉદાણી, દર્શના મહેતા , નીતા  મહેતા , દીનાબેન મોદી કલ્પનાબેન પારેખ , જયશ્રીબેન  ટોળીયા, અલ્કાબેન ગોસાઇ , સરોજબેન આડેસરાએ જહેમત ઉઠાવી હતી. નવા સભ્ય બહેનો માટે વિતરણ ચાલુ છે. નવા સભ્યોને રૂ. ૨૦ ડિસ્કાઉન્ટ  આપવામાં આવશે. સભ્ય બનવા ઈચ્છતા  બહેનોએ મો. ૯૪૨૯૯ ૭૯૧૭૩, મો. ૯૪૨૯૫ ૦૨૦૪૬ , મો. ૯૪૨૮૮ ૯૦૨૭૭ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે. (૧૭.૮)

 

(3:45 pm IST)