Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

'મારે બીજી છોકરી સાથે અફેર છે', તને રાખવી નથી' કહી...પરિણીતાને ત્રાસ

સોનલબેન પરમારની ફરીયાદ પરથી પતિ મયુર પરમાર અને તેની પ્રેમીકા પાયલ, ચૌહાણ સામે ગુનો

રાજકોટ તા. રપ : જામનગર રોડ પર વાલ્મીકી વાડી આવાસ યોજના કવાટરની વાલ્મીકી પરિણીતાને પતિ તથા તેની પ્રેમીકા ત્રાસ આપતા હોવાની ફરીાયદ થઇ છે.

મળતી વિગત મુજબની જામનગર રોડ વાલ્મીકી વાડી આવાસ યોજના કવાટર નં. ડી.૩૦૭માં રહેતા સોનલબેન મયુર પરમાર (ઉ.રપ)એ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે, પોતાના સાતવર્ષ પહેલા જીતેસભાઇ પરમારના દીકરા મયુર સાથે જ્ઞાતિના રિત રિવાજ મુજબ લગ્ન થયા હતા લગ્ન જીવન દરમ્યાન સંતાનમાં એક પુત્રીની પ્રાપ્તી થઇ હતી. લગ્નના થોડા સમય બાદ પતિ મયુરે મારી સાથે દરેક નાનીનાની વાતમાં ઝડઘા કરી મને શારીરીક માનસીક ત્રાસ આપતો હતો અને મયુરે કહેલ કે 'મારે બીજી છોકરી સાથે અફેર' છે અને હું તેને તેર વર્ષથી ઓળખુ છુ મારે તુ જોઇતી નથી કહી અવાર નવાર મારકુટ કરતો હતો બાદ પતિ મયુર પાયલ નામની યુવતી સાથે ચોટીલા ચામુંડા માતાજીના મંદિરમાં એક મહિના પહેલા ફુલહાર કરી લગ્ન કરી લીધા છે તે વાત પતિ મયુરે પોતાના સાસુને ફોનમં કરી હતી ત્યારબાદ પતિ મયુર અને તેની સાથે રહેતી પાયલ નામની પણ મારા ઘરે આવી મારી સાથે ઝઘડો કરી મને ગાળો આપી છુટાછેડા કરી નાખવા બાબતે જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. તેથી સોનલબેને મહિલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પીએસઆઇ એચ.ડી.સોલંકીએ તપાસ આરદી છે.

(3:42 pm IST)