Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

૧૫ લાખના દારૂ સાથે પકડાયેલા બે સરદારજી ૭ દિવસ સુધી રિમાન્ડ પર ૩૪ લાખના દારૂ પ્રકરણમાં રાજસ્થાન તરફ ક્રાઇમ બ્રાંચની તપાસ

રાજકોટ તા.૨૫: શુક્રવારે રાત્રે  કુવાડવા નજીક તરઘડીયાના પાટીયા પાસેથી ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ અતુલ સોનારા અને ટીમે રૂ. ૧૫,૦૧,૨૦૦નો ૫૦૦૪ બોટલ દારૂ ભરેલો ટ્રક નં. પીબી-૧૨-એમ-૯૪૯૦ કબ્જે કરી ટ્રકના ચાલક પુરનસિંઘ જોગાસિંઘ સરદારજી (ઉ.૩૦) તથા રણજીતસિંઘ દર્શનસિંઘ સરદારજી (ઉ.૨૯) (રહે. બંને છોડીયાગાન તા. અજનાલા જી. અમૃતસર પંજાબ)ની ધરપકડ કરી હતી. આ બંનેના સાત દિવસના રિમાન્ડ મંજુર થતાં વિશેષ પુછતાછ હાથ ધરવામાં આવી છે. આ બંનેએ પોતાને ટ્રક જુનાગઢ પહોંચાડવાનો હોવાની વાત કરી હોઇ જુનાગઢના કયા બુટલેગરે માલ મંગાવ્યો? તે અંગે તપાસ થઇ રહી છે.

બીજી તરફ પીએસઆઇ ઉનડકટ, એએસઆઇ વિજયસિંહ ઝાલા અને ટીમી ૩૪ લાખનો દારૂ ભરેલો ટ્રક ખેરડી પાસેથી જપ્ત કર્યો હતો. આ દારૂનો જથ્થો કોણે મોકલ્યો? કોને પહોંચાડવાનો હતો? તે સહિતના મુદ્દે તપાસ કરવા એક ટૂકડી રાજસ્થાન તરફ રવાના થશે તેમ જાણવા મળે છે. (૧૪.૧૩)

(3:39 pm IST)
  • જમ્મુ કાશ્મીરમાં અલગાવવાદીઓ પર સકંજો કસવા સરકારની તૈયારી :અલગાવવાદી નેતા વિરુદ્ધ આકરી કાર્યવાહી કરાશે :ટેરર ફંડિગ અને મનીલોન્ડ્રિંગમાં કથિત રીતે સંડોવાયેલા નેતાઓનું આવી બનશે :NIA અને ED દ્વારા સંયુક્ત કાર્યવાહી થશે access_time 1:01 am IST

  • ઉનાના ભેભા ગામના તળાવમાં નહાવા પડેલા ત્રણ યુવાનો ડુબ્યા : 1 નું મોત : 2 ને બચાવી લેવાયા : મૃતકની લાશ પીએમ માટે હોસ્પીટલમાં ખસેડાઇ access_time 12:58 am IST

  • ભાવનગર જિલ્લાનાં 9 તાલુકામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી : વરસાદની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા જીલ્લા કલેક્ટરની દરેક અધીકારીઓને સૂચના access_time 12:59 am IST