Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

દેવનગરમાંથી અજય અને જીતેશ ૩૯ બોટલ દારૂ સાથે પકડાયા

માલવીયાનગરના પીએસઆઇ જોગરાણાની બાતમી પરથી કાર્યવાહી

રાજકોટ તા. ૨૫: નાના મવા દેવનગર-૪માં રહેતાં અજય કિશોરભાઇ ચોૈહાણ (ઉ.૩૦) નામના દલિત શખ્સ અને ગવલીવાડ વિરમાયા પ્લોટ-૨માં રહેતાં જીતેશ રમેશભાઇ ઝાલા (ઉ.૨૨) નામના દલિત શખ્સને માલવીયાનગર પોલીસે રૂ. ૧૫૬૦૦ના દારૂ સાથે પકડી લીધા છે.

પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈત, જેસીપી ડી.એસ. ભટ્ટ, ડીસીપી કરણરાજ વાઘેલા, એડી. ડીસીપી હર્ષદ મહેતા, એસીપી બી. બી. રાઠોડે પ્રોહીબીશન ડ્રાઇવ અંગે આપેલી સુચના અંતર્ગત માલવીયાનગરના પી.આઇ. એન. એન. ચુડાસમાની રાહબરીમાં પીએસઆઇ યુ. બી. જોગરાણા, હેડકોન્સ. રાહીદભાઇ સમા, કોન્સ. દિલીપસિંહ જાદવ, મુકેશભાઇ લોખીલ, મયુરસિંહ જાડેજા, ઇન્દ્રજીતસિંહ ગોહિલ, કુલદીપસિંહ જાડેજા, હરપાલસિંહ જાડેજા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે પીએસઆઇ જોગરાણાને મળેલી બાતમી પરથી આ દરોડો પાડવામાં આવ્યો હતો. પકડાયેલા બંને શખ્સ છુટક કામ કરે છે. દારૂની બોટલો કયાંથી લાવ્યા? તે અંગે વિશેષ પુછતાછ થઇ રહી છે. (૧૪.૧૩)

(3:38 pm IST)