Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

રૂ.૧૦ લાખ ૮૫ હજારનો ચેક પાછો ફરતા આરોપીને હાજર થવા સમન્સ

રાજકોટ, તા., રપઃ રાજકોટ શહેરના કોન્ટ્રાકટર રમેશભાઇ કાનજીભાઇ ચોવટીયા વિરૂધ્ધ કડુકાના રમેશભાઇ  પરમારે રૂ. ૧૦,૮પ,૦૦૦ની નેગોશીયેબલ ઇન્સ્ટુમેન્ટ એકટની કલમ ૧૩૮ મુજબની ફરીયાદ કરતા રમેશભાઇ કાનજીભાઇ ચોવટીયાને હાજર થવા માટેનું સમન્સ કોર્ટ ઈસ્યુ કરેલ છે.

આ કેસની ટુંકમાં વિગત જોવામાં આવે તો રમેશભાઇ કાનજીભાઇ ચોવટીયાએ વિરમગામા અશોકનગર વાયા જાનકીનો રોડ બનાવવાનો પેટા કોન્ટ્રાકટ  રાખેલ અને ફરીયાદી રમેશભાઇ પરમારની શાખ ઉપર રૂ. ૧૬૦૦૦૦૦ના માલની ઉધાર ખરીદી કરેલ જે ચુકવવાની જવાબદારી ફરીયાદી ઉપર આવી જતા ફરીયાદીએ ચુકવી દીધેલ. ત્યાર બાદ ફરીયાદીએ આરોપી રમેશભાઇ કાનજીભાઇ ચોવટીયા પાસેથી તેમની લેણી રકમની માંગણી કરતા આરોપીએ લેણી રકમનો ચેક આપેલ અને ચેક બેંક  ખાતામાં રજુ રાખતા અપુરતા ભંડોળને કારણે વગર વસુલ થયે પરત ફરેલ. ચેક પરત ફરતા રાજકોટના એડવોકેટ ક્રિપાલસિંહ જાડેજા મારફતે ચેક પાછો ફર્યો અંગેની અને ચેક મુજબની રકમ ચુકવી આપવા જાણ કરતી નોટીસ પાઠવેલ આમ છતાં ચેક વાળી રકમ ચુકવેલ નહી.

આમ રમેશભાઇ કાનજીભાઇ ચોવટીયાએ ઉધાર માલ ખરીદ કર્યા બાદ રકમ ચુકવવા માટે આપેલ ચેક વગર વસુલ થયે પરત ફરતા અને નોટીસ આપવા છતાં રકમ નહી ચુકવતા રમેશભાઇ પરમારે રાજકોટના રમેશભાઇ કાનજીભાઇ ચોવટીયા સામે ફોજદારી ફરીયાદ દાખલ કરેલ અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા જણાવેલ. ફરીયાદની હકિકતો ધ્યાને લઇ કોર્ટે ફરીયાદ રજીસ્ટ્રે લઇ આરોપ રમેશભાઇ કાનજીભાઇ ચોવટફયા વિરૂધ્ધ રાજકોટના જયુ. મેજી. દ્વારા કોર્ટમાં હાજર થવા માટે સમન્સ ઇસ્યુ કરવામાં આવેલ છે.

આ કામમા ફરીયાદી વતી રાજકોટના વકીલ શ્રી બિમલ જાની, ક્રિપાલસિંહ  જાડેજા તથા સંજય ઠુમ્મર  રોકાયેલ છેે.(૪.૭)

 

(3:36 pm IST)