Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

રૂ. ૧ર લાખ ૭૪ હજારનો ચેક પાછો ફરતા સુરતની પેઢી સામે ફરિયાદ

રાજકોટ તા. રપઃ રૂ. ૧ર,૭૪,૦૮પ/-નો ચેક રીર્ટન થતા સુરતની જાણીતી પેઢી વિરૂધ્ધ કોર્ટમાં ચેક રીર્ટનની ફરીયાદ થતાં કોર્ટે આરોપીઓને સમન્સ કરેલ છે.

ફરીયાદની ટુંક વિગત એવી છે કે આ કામના ફરીયાદી ગૌરવભાઇ નવીનચંદ્રભાઇ છગ (તે વેરોના પ્રોડકટ પ્રા. લી.ના ઓથોરાઇડઝડ વ્યકિત દરજજે) ઠે. વેરોના પ્રોડકટ પ્રા. લી, ગોકુલનગર ૩/૪, સોરઠીયાવાડી સર્કલ પાસે, રાજકોટવાળાએ આ કામના આરોપી હેમલતાબેન અશોકકુમાર ગાંધી (લક્ષ્મીનારાયણ એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર) ઓ. ૧પ-મહાકાલી બાગ, ન્યુ જીઆઇડીસી, કતારગામ, સુરતવાળા વિરૂધ્ધ નેગોશીયેબલ એકટની જોગવાઇઓ આધિન ફરીયાદ કરેલ છે.

આ કામની ફરીયાદી કંપની ગૃહ ઉદ્યોગની વસ્તુઓનું ઉત્પાદન કરે છે તેથી કંપનીના તેના વેચાણ અર્થ આરોપીને સુપર સ્ટોકીસ્ટ તરીકે સુરતમાં નીમણુંક કરેલ હતી. અને તેમના ઓર્ડર મુજબ માલ મોકલવામાં આવતો હતો અને શરૂઆતમાં રોકડમાં ખરીદી કરેલ અને ત્યારબાદ ઉધારમાં ખરીદી કરેલ હોય અને તે લેણી રકમ ફરીયાદીને ચુકવવા સારૃં ફરીયાદી કંપનીના નામ જોગ ધ સુરત પીપલ્સ કો.ઓ. બેંક લી. શાખાનો રૂ. ૧ર,૭૪,૦૮પ/- ચેક આપેલ.

આરોપી દ્વારા ફરીયાદી કંપનીના નામજોગ આપવામાં આવેલ ચેક ફરીયાદીએ. સદરહું ચેક પોતાના ખાતાવાળી એચ.ડી.એફ.સી. બેંક, ભકતીનગર બ્રાન્ચ, રાજકોટમાં વટાવવા અર્થે રજુ કરતા સદરહું ચેક ફંડ ઇન્સફીસીયન્ટના શેરા સાથે પરત ફરેલ. જે અંગે ફરિયાદીએ એડવોકેટ અલ્પેશ પોકીયા મારફત લીગલ નોટીસ આપીને કરી હોવા છતાં આજદીન સુધી આ કામના ફરીયાદીને સદરહું ચેકની રકમ નહીં મળતા આ કામના ફરીયાદી ગૌરવભાઇ નવીનચંદ્રભાઇ છગ (તે વેરોના રોડકટ પ્રા. લી.ના ઓથોરાઇડઝડ વ્યકિત દરજજે) એ આ કામના આરોપી હેમલતાબેન ગાંધી (લક્ષ્મીનારાયણ એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર) વિરૂધ્ધ ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ મુજબની રાજકોટ એડી. ચીફ જયુ. મેજી.ની કોર્ટ સમક્ષ ફરીયાદ કરી છે , અને આરોપીને કોર્ટ સમક્ષ હાજર થવા સમન્સ ઇસ્યુ કરવાનો હુકમ કરેલ છે.

આ કામના ફરીયાદી ગૌરવભાઇ છગ (તે વેરોના પ્રોકડટ પ્રા.લી.ના ઓથોરાઇઝડ વ્યકિત દરજજે) તરફે પી એન્ડ આર લો ચેમ્બરના વિદ્વાન ધારાશાસ્ત્રી અલ્પેશ વી. પોકીયા, વંદના એચ. રાજયગુરૂ, ભાર્ગવ પંડયા, કેતન જે. સાવલીયા, અમીત વી. ગડારા, પરેશ મૃગ, રીતેશ ટોપીયા, મોહીત રવીયા વીગેરે રોકાયા હતા. (૭.ર૬)

(3:35 pm IST)