Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

આમ્રપાલી સીનેમાની વિવાદીત વારસાઇ મિલ્કત અંગેનો દાવો રદ કરવાની રિવિઝન અરજી રદ

નીચેની કોર્ટના હુકમ સામે હાઇકોર્ટમાં રિવિઝન અરજી કરાઇ હતી

રાજકોટ તા. ૨૫: આમ્રપાલી સીનેમાની વિવાદીત વારસાઇ મિલ્કત અંગે દાવો રદ કરવા કરેલ રીવીઝન અરજી ગુજરાત હાઇકોર્ટના જસ્ટીસ શ્રી એ.જે. શાસ્ત્રી દ્વારા રીવીજન અરજી રદ કરતો હુકમ કરેલ છે.

રાજકોટ શહેરના રૈયા રોડ ઉપર આવેલ આમ્રપાલી સીનેમાની વિવાદીત જગ્યા અંગે મુળ જમીન માલીક ગુજ. ડાયાભાઇ દુદાભાઇના વારસો પ્રફુલભા ડાયાભાઇ ગઢીયા વિગેરેએ ગુજ. રણછોડભાઇ રામજીભાઇ તંતીના વારસો સામે કરેલ દાવો રાજકોટના રેવન્યુ સર્વે નં. ૪૭૫ પૈકી જમીન એકર-૧૦ માંથી જમીન એકર-૮ જે તે વખતે વેચાણ આપેલ તે અંગે કરેલ દાવાના કામે આમ્રપાલી સીનેમા વાળા મે.બી.આર. પટેલ ભાગીદારી પેઢીના ભાગીદારોએ ચાલતી કાર્યવાહીએ અન્યને જમીન વેચાણ કરેલ અને ગુજ. ડાયા દુદાના વારસોએ કરેલ દાવો રદ કરવા અરજી કરેલ.

આ અંગે રાજકોટની દિવાની અદાલતમાં જુના રે. દિ.કેસ. નં. ૧૩૨૧/૨૦૦૨ નવા સ્પે. દિ.કેસ. નં. ૨૯/૦૭ નો દાવો રદ કરવા રાજકોટના પ્રિન્સીપાલ સીનીયર સીવીલ જજ શ્રી એ.વાય. દવે સમક્ષ સી.પી.સી. ઓર્ડર-૭, રૂલ-૧૧ મુજબ દાવો રદ કરવા કરેલ અરજી નીચેની અદાલતે રદ કરેલ.

આ સામે આમ્રપાલી સીનેમાના જમીન માલીકો ગુજ. રણછોડભાઇ તંતીના વારસો ભીખાભાઇ રામજીભાઇ તંતીના વારસોએ કરેલ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ દિવાનસ રીવીજન અરજી નં. ૩૧૪/૨૦૧૮ જસ્ટીસ શ્રી એ.જે. શાસ્ત્રી એ પ્રાથમિક સુનાવણીના તબક્કે સમરી ડીસપોઝ અંગે આપેલ ઓરલ ઓર્ડર મુજબ રાજકો ખાતેની દિવાની અદાલતમાં ચાલતી મુળ જમીન માલીક ગુજ. દાદા દુદા કાળાના પુત્ર ગુજ. ડાયા દુદાના વારસોએ વારસાઇ મિલ્કત અંગેની તકરાર સંબંધે કરેલ કાર્યવાહી અંગે દાવો રદ કરવા રણછોડ રામજી તંતીના વારસોએ કરેલ અરજી લીમીટેશન એકટની જોગવાઇ મુજબ હકીકત અને કાયદાના મીશ્ર પ્રશ્ન સંકળાયેલ હોય તે અંગે પુરાવો લીધા વીના નિર્ણય થઇ શકે નહી તેમ ઠરાવી સી.પી.સી. ઓર્ડર-૭, રૂલ-૧૧ અંગે નીચેની અદાલતે આમ્રપાલી સીનેમા માલીકોની વિવાદીત જમીન અંગેની વારસાઇ તકરાર અંગે કરેલ દાવો રદની અરજી નામંજુર કરતો હુકમ ગુજરાત હાઇકોર્ટના જસ્ટીસ શ્રી એ.જે. શાસ્ત્રીએ માન્ય રાખી કરેલ રીવીજન અરજી ડીસમીસ કરતો હુકમ કરેલ છે.

ગુજ. ડાયાભાઇ દુદાભાઇના વારસો પ્રફુલભાઇ ડાયાભાઇ ગઢીયા વિગેરે વતી રાજકોટના જાણીતા સીનીયર એડવોેકટ એલ.વી. લખતરીયા, દક્ષાબેન બી.પંડયા, બીનીતા જે. ખાંટ, ભાવિન આર. લીંબાણી રોકાયેલ છે. (૧.૨૪)

(3:35 pm IST)