Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

વોર્ડ નં. ૭ની શાળાઓના બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ

રાજકોટ : શ્રી બાલાજી હનુમાનજી પ્રેરિત શ્રી બાલાજી મંદિરે શ્રી ગજાનનધામ આયોજીત વોર્ડ નં. ૭ની સ્કુલના બાળકો માટે સ્કુલ બેગ, વોટરબેગ, લંચબોકસ, કંપાસ સાથે વિદ્યાર્થી તેમજ તેમના વાલી માટે અલ્પાહારનું આયોજન સાથે સમાજના જરૂરીયાત બહેનોને ૩૦ સિલાઈ સંચાનું વિતરણ કરવામાં આવેલ. આ પ્રસંગે શ્રી સ્વામીનારાયણ મંદિરના કોઠારી સ્વામી શ્રી હરિવલ્લભદાસજી સ્વામી, શ્રી બાલાજી મંદિર કોઠારી સ્વામી, વિવેકસાગર સ્વામી, શ્રી રામજી મંદિર, ગોંડલ મહંત શ્રી જેરામદાસબાપુ, શ્રી બાલાજી મંદિર પૂજારી મુનિ વત્સલ સ્વામી હસ્તે વિદ્યાર્થીને સ્કુલકીટ તેમજ સ્કુલ યુનિફોર્મ વિતરણ કરવામાં આવેલ.

આ પ્રસંગે મુખ્ય મહેમાન ભાજપ શહેર પ્રમુખ તરીકે કમલેશભાઈ મિરાણી, નીતીનભાઈ ભારદ્વાજ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, દેવાંગભાઈ માંકડ, કિશોરભાઈ રાઠોડ, વિક્રમભાઈ પૂજારા હસ્તે સંચાનું વિતરણ થયેલ. વોર્ડ નં.૭ના પ્રમુખ જીતુભાઈ સેલારા, રમેશભાઈ પારેખ, હેમુભાઈ ચૌહાણ, જયેન્દ્રભાઈ મહેતા ઉપસ્થિત રહેશે. શ્રી ગજાનનધામના આયોજક કિરીટભાઈ પાંધી, ભરતભાઈ ગમારા, મુકેશભાઈ ગુંસાણી, રાજુભાઈ ચાવડા, અજયભાઈ ચાવડા, સંજયભાઈ વાઘેલા, નરેન્દ્રભાઈ છાંટબાર, પ્રવિણભાઈ પટેલ, જગદીશભાઈ રાણપરા, તુષારભાઈ રાઠોડ, સંદિપભાઈ હીરપરા, ચીરાગભાઈ ગુંસાણી, મેહુલભાઈ ગમારા, દિલીપભાઈ ગમારા, મુકેશભાઈ વણજારા, રાજુભાઈ ગોકાણી, કાકુભાઈ મહેતા, સુનિલભાઈ ચૌહાણ, ભાવિનભાઈએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન હરીશભાઈ પૂજારાએ કરેલ  છે.(૩૭.૮)

(3:35 pm IST)