Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

CCDC એ શિક્ષણ વિદ્યાશાખા દ્વારા ર્સ્પધાત્મક પરીક્ષાની કાર્યશાળા

 રાજકોટઃ શિક્ષણ વિદ્યાશાખા, કેરીયર કાઉન્સેલીંગ સેલ (સીસીસી) અને કેરીયર કાઉન્સેલીંગ એન્ડ ડેવલોપમેન્ટ સેન્ટર (સીસીડીસી) નાં સંયુકત ઉપક્રમે જુલાઇ માસમાં યોજાનાર ટાટ-૧ અને ૨ ની પરીક્ષાનાં છાત્રો અને જી.પી.એસ.સી.વર્ગ-૧ અને ૨ ની પરીક્ષાની તૈયારી કરતા છાત્રો માટે પરીક્ષામાં સફળ થવા જરૂરી પ્રવર્તમાન પ્રવાહો- સામાન્યજ્ઞાન વિષયક નિઃશુલ્ક કાર્યશાળાનું આયોજન કરાયેલ. જેમાં યુ.પી.એલ.સી. પરીક્ષાની તૈયારી કરતાં અને તજજ્ઞ પાર્થભાઇ સોરઠીયાએ ભાગ  લેનાર ૪પ૦ જેટલા છાત્રોને સફળ થવા કઇ રીતે પ્રવર્તમાન પ્રવાહોનાં માધ્યમથી તૈયારી કરી શકાય તે અંગે ચાર કલાકનું માર્ગદર્શન આપેલ હતું. કાર્યશાળાનાં ઉદઘાટન સમયમાં યુનિવર્સિટીનાં કુલપતિ પ્રો.નિલાંબરીબેન દવે, શિક્ષણ વિદ્યાશાખાનાં ડીન પ્રો. નિદત્તભાઇ બારોટ, સ્પીપાનાં ડેપ્યુટી ડાયરેકટર એમ.એસ. કોઠારી, સિન્ડીકેટ સદસ્ય ધરમભાઇ કાંબલીયા, કુલસચિવ ડો. ધીરેનભાઇ પંડયા, ભૌતિકશાસ્ત્ર ભવનનાં પ્રોફેસર સીસીડીસી નિયામક પ્રો. નિકેશભાઇ શાહ વગેરે ઉપસ્થિત રહેલ. સીસીડીસીસીના નિયામકે કાર્યશાળાની પૂર્વભૂમિકામાં જણાવેલ કે, સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થવા 'ન્યુઝ પપર્સ' નું ઝીણવટપૂર્વકનાં વાંચન મારફત સામાન્ય જ્ઞાનનાં વિવિધ મુદાઓ સાથે સંકલિત કરી 'સ્માર્ટ તૈયારી' કરી શકાય તે માટે નવતર પ્રયોગ રૂપ કાર્યશાળાનું આયોજન કરાયેલ છે. પ્રાસંગિક ઉદબોધન કરતાં યુનિવર્સિટીનાં કુલપતિ પ્રો.નિલાંબરીબેન દવે એ જણાવેલ કે, સીસીડીસીનાં માધ્યમથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને શિક્ષણ વિદ્યાશાખા મારફત નવતર પ્રયોગો કરી સૌરાષ્ટ્રનાં છાત્રોને સરકારી નોકરી માટે તૈયાર કરવાનો 'યજ્ઞ' અભિનંદનીય છે. 'ટીમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી' સૌરાષ્ટ્ર વિસ્તારનાં છાત્રોને નિષ્ણાંત તજજ્ઞ મારફત તાલીમ આપવા પ્રયત્નશીલ છે. શિક્ષણ વિદ્યાશાખાનાં ડીન પ્રો.નિદ્ત્તભાઇ બારોટે વિદ્યાર્થીએને સફળતા મેળવી સરકારી નોકરી મેળવવા સ્વયંને કેવી રીતે તૈયાર કરી શકાય? તે માટેના 'ઇગ્નીશન સૂત્રો'થી તેમનાં પ્રવચનમાં પ્રોત્સાહિત કરેલ હતા. સ્પીપાનાં ડેપ્યુટી ડાયરેકટર એમ.એસ. કોઠારીએ જણાવેલ કે, છેલ્લા દોઢ વર્ષથી તેઓ સીસીડીસીના કાર્યક્રમોથી પરિચિત છે અને સીસીડીસીએ સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ માટેનું પરીણામલક્ષી 'બ્રાન્ડ કેન્દ્ર' તરીકે ઓળખાણ પ્રસ્થાપિત કરી શકેલ છે ત્યારે યુ.પી.એસ.સી. અને કેન્દ્ર સરકારની તૈયારીઓ માટે સ્પીપા અને સીસીડીસીનાં સંયુકત ઉપક્રમે આગામી દિવસોમાં કાર્યશાળાઓનું આયોજન કરવામાં આવશે અને શ્રી કોઠારીએ જણાવેલ કે, સ્પીપા અને સીસીડીસી- સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એમ. ઓ.યુ. કરી વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળ બનાવવા કાર્યક્રમો આપે તે માટે યુનિવર્સિટીને સૂચન કરેલ હતું. કાર્યક્રમને સફળ બનાવવા સર્વશ્રી સુમિતભાઇ મહેતા, ચિરાગભાઇ તલાટીયા, દિપ્તીબેન ભલાણી, સોનલબેન નિમ્બાર્ક, આશીષભાઇ કીડીયા, હીરાબેન કિડીયા, કાંતિભાઇ જાડેજા વિગેરે જહેમત ઉઠાવેલ. (૨૩.૧૨)

(3:34 pm IST)