Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

ઓપન ગુજરાત ચેસ ટુર્નામેન્ટઃ ૩૫૦ સ્પર્ધકોએ ભાગ લીધો

રાજકોટ : નચિકેતા સ્કુલમાં વન્ડર ચેસ કલબ દ્વારા ચેસ ટુર્નામેન્ટનંુ આયોજન રાખેલ હતું. ચાર પ્રકારની ટુર્નામેન્ટમાં ૩૫૦ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. અનુપમસિંહ ગેહલોત ઉપસ્થિત રહ્યા હતા.

ઓપન કેટેગરીમાં પૈકી સંજીત મનોહર પ્રથમ, મનીષ પરમાર દ્વિતીય તથા પ્રતિક માણેક ત્રીજા ક્રમે તથા અન્ડર-૧૭માં અક્ષર ઝાલા, દીપ પરમાર અને રહીલ બાબરીયા અન્ડર-૧૩માં વિનીત પટેલ, કૃતાર્થ જેઠવા અને અક્ષિત કાચા તથા અન્ડર-૯માં વત્સલ પરીખ, યક્ષ સોલંકી અને સોહમ હરીયાણી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે રહ્યા હતા. સ્પેશિયલ પ્રાઈઝમાં બેસ્ટ ઓફ એકેડમીસમાં ડાઈનેમીક ચેસ એકેડમી, મિનરલ ચેસ એકેડમી તથા ક્રિએટીવ ચેસ એકેડમી બેસ્ટ ઓફ કોલેજીસમાં બીકે મોદી ફાર્મસી કોલેજ તથા આર. કે. યુનિવર્સિટી બેસ્ટ ઓફ સ્કુલ્સમાં મેરીગોલ્ડ સ્કુલ, સરધાર, બેસ્ટ અનરેટેડ ખેલાડીમાં ભાર્ગવ ઝાખલીયા, બેસ્ટ ફીમેલ કેટેગરીમાં ભારતી રશ્મિ, નંદીની લખવાની તથા ગરવી શાહ, બેસ્ટ સીનીયર સીટીઝન કેટેગરીમાં જય સીયારામ તથા મહેશભાઈ જોષી વિજેતા જાહેર થયેલ હતા. ખેલાડીઓને રોકડ પુરસ્કાર, ટ્રોફી, ભેટ આપવામાં આવી હતી.

આ ટુર્નામેન્ટમાં બાળકોને પ્રોત્સાહન આપવા પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગેહલોત, વિષ્ણુપ્રસાદ દવે, પી.ટી. જાડેજા, જીમ્મીભાઈ દક્ષિણી, રાજેશભાઈ દફતરી, રવિભાઈ ટંડન, ચેતનભાઈ વિઠ્ઠલપરા, નટુભાઈ સોલંકી, વિનોદભાઈ ત્રિવેદી, નિલેશભાઈ જોષી, રાજેન્દ્રસિંહ જાડેજા, નટુભાઈ રાઠોડ તથા જયપાલસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા. આ ટુર્નામેન્ટને સફળ બનાવવા ચીફ આરબીટર જય ડોડીયા તથા પંકજભાઈ પંચોલી, હર્ષદભાઈ ડોડીયા, અતુલભાઈ માકડીયા, મહેશભાઈ વ્યાસ, હેમાંગ જાની, રાજુ લખલાણી આર્બિટર તરીકે સેવા આપી હતી.(૩૭.૮)

(3:33 pm IST)