Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

ભોમેશ્વરના અરવિંદભાઇ ચાવડાએ કરી મનહર પ્લોટના રાજુભાઇ વિરૂધ્ધ ચેક રિટર્નની ફરિયાદ

એક વર્ષ પહેલા ઉછીના આપેલા નાણા મુદ્દત વિત્યે પાછા ન આપ્યાઃ તેણે આપેલો ચેક રિટર્ન થયો

રાજકોટ તા. ૨૫: મનહર પ્લોટ-૯માં રહેતાં રાજુભાઇ હરગોવિંદભાઇ દુધરેજીયાને ધંધાના વિકાસ માટે અને દુકાનના રિનોવેશન માટે રૂ. ૧ લાખ  ભોમેશ્વર મંદિર પાછળ જાગૃતિ સોસાયટીમાં રહેતાં અરવિંદભાઇ એલ. ચાવડાએ હાથ ઉછીના એક વર્ષ માટે આપ્યા હતાં. આ રકમ આપતી વખતે રાજુભાઇએ ગેરેન્ટી પેટે રૂ. ૧ લાખનો ચેક આપ્યો હતો. પરંતુ આ ચેક રિટર્ન થતાં તેના વિરૂધ્ધ કોર્ટ કાર્યવાહી કરવામાં આવી છે.

અરવિંદભાઇ ચાવડાએ લેખિત યાદીમાં જણાવ્યું છે કે તેણે મુદ્દત પુરી થયા પછી મોખિક અને ફોન કરીને પોતાના પૈસાની ઉઘરાણી કરી હતી. પરંતુ રાજુભાઇ પૈસા પરત આપતાં નહોતાં. આથી તેણે આપેલો ચેક બેંકમાં જમા કરાવતાં બેલેન્સ પુરતી નહિ હોવાના શેરા સાથે પરત થયો છે. આ કારણે ૯/૨/૧૮ના રોજ નોટીસ આપ્યા પછી પણ રકમ ન આપવામાં આવતાં અંતે ધી નેગોશિયેબલ એકટ હેઠળ ચીફ જ્યુડિશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં ફરિયાદ દાખલ કરવા વકિલ મારફત કાર્યવાહી કરવામાં આવી છે. (૧૪.૧૦)

(12:53 pm IST)