Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

બિમારી અને બહેરાશથી કંટાળી ચલાલાના જેન્તીભાઇ પટેલે ઝેર પીધું

રાજકોટ તા. ૨૫: ધારીના ચલાલા ગામે રહેતાં જેન્તીભાઇ બાવચંદભાઇ કાછડીયા (ઉ.૫૫) નામના લેઉવા પટેલ પ્રોૈઢે ઝેરી ટીકડીઓ પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

જેન્તીભાઇને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેને માનસિક બિમારી હોવા ઉપરાંત બંને કાને સંભળાતું પણ બંધ થઇ ગયું છે. આ કારણે કંટાળીને ઝેર પી લીધાનું તેના પરિવારજનોએ જણાવ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે અમરેલી પોલીસને જાણ કરી હતી. (૧૪.૭)

(12:51 pm IST)