Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

થાનના મોરથરામાં દિપક અને તેના ભાઇ પ્રકાશ પર પડોશીનો હુમલો

રેતી કેમ બહાર રાખો છો? કહી નાગર નટ સહિતના તૂટી પડ્યા

રાજકોટ તા. ૨૫: થાનના મોરથરા ગામે રહેતાં દિપક કાળુભાઇ ગેડીયા (ઉ.૩૦) નામના ગરોળા બ્રાહ્મણ યુવાન અને તેના નાના ભાઇ પ્રકાશ કાળુભાઇ ગેડીયા (ઉ.૨૦)ને પડોશી નાગર અણદાભાઇ નટ, તેની પત્નિ રાજુબેન, પુત્ર મનોજ અને પંકજે મળી ધોકા-ઢીકાપાટુનો માર મારતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. જેમાં દિપકને દાખલ કરાયો હતો.

દિપકના કહેવા મુજબ પોતે ભિક્ષાવૃતિ કરી ગુજરાન ચલાવે છે. હાલમાં મકાનનું રિપેરીંગ ચાલતું હોઇ ઘર બહાર રેતી પડી હતી. વરસાદ આવતાં પોતે અને નાનો ભાઇ રેતી ફળીયામાં લેતાં હતાં ત્યારે નાગર નટે રેતી કેમ રોડ પર રાખો છો? કહી ગાળો દેતાં ના પાડતાં નાગર અને તેના પરિવારજનોએ હુમલો કર્યો હતો. (૧૪.૭)

 

(12:51 pm IST)