Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

''સરકારી ભરતી અંગે માહિતી'' શીર્ષક હેઠળ આકાશવાણી ઉપર કાલે ડો. પરાગ દેવાણીની મુલાકાત

૨૬ જુન, મંગળવારના રોજ સાંજે ૬:૩૦ વાગ્યે પ્રસારીત થનાર નોકરીલક્ષી મુલાકાતને મોબાઇલમાં પણ સાંભળી શકાશે

 

આકાશવાણી રાજકોટના સ્ટુડીયો-રેકોર્ડીગ રૂમ ખાતે ડો. પરાગ દેવાણીની મુલાકાત તથા પ્રશ્નોતરી કરી રહેલા કાર્યક્રમ અધિકારી મિતેષભાઇ મોડાસીયા તસ્વીરમાં નજરે પડે છે.

રાજકોટ તા. ૨૫: કેન્દ્ર તથા રાજય સરકાર દ્વારા હાલમાં વિવિધ ક્ષેત્રે નોકરીઓનો વરસાદ વરસી રહયો છે ત્યારે નોકરી માટે બેતાબ એવા આજના યુવાધનને વિવિધ ક્ષેત્રે ચાલતી અને ભવિષ્યમાં આવનારી સરકારી નોકરીઓ વિશે 'અકિલા'ના ફ્રીલાન્સ જર્નાલીસ્ટ અને કરિયર કોલમીસ્ટ ડો. પરાગ દેવાણી (મો. ૯૮૨૪૪ ૫૧૫૪૧) દ્વારા આકાશવાણી રાજકોટ ઉપર આવતીકાલે સાંજે ૬:૩૦ વાગ્યે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવશે.

''સરકારી ભરતી અંગે માહિતી'' શીર્ષક હેઠળ યુવાવાણી કાર્યક્રમમાં પ્રસારીત થનાર ડો. પરાગ દેવાણીની મુલાકાતમાં UPSC,GPSC, પોલીસ ડીપાર્ટમેન્ટ, આર્મી, નેવી, એરફોર્સ, બેન્ક, શિક્ષણ વિભાગ, મામલતદાર, નાયબ મામલતદાર, નાયબ સેકશન ઓફિસર, કલાર્ક, ડે. કલેકટર વિગેરે ક્ષેત્રે થતી ભરતી વિશે ઊંડાણપૂર્વક માહિતી આપવામાં આવશે.

કેટલી સરકારી નોકરીઓ પ્રાપ્ય છે ? ભવિષ્યમાં કેટલી નોકરીઓ આવી રહી છે? અલગ-અલગ નોકરીઓ માટેની લાયકાત, સિલેબસ, ભરતી પ્રક્રિયા, તૈયારી વિગેરે વિશે વિસ્તૃત છણાવટ આકાશવાણી રાજકોટ ઉપરથી પ્રસારીત થનાર છે.

સમગ્ર મુલાકાતની ગોઠવણી, પ્રશ્નોતરી તથા રેકોર્ડીગ આકાશવાણી રાજકોટના કાર્યદક્ષ કાર્યક્રમ અધિકારી મિતેષભાઇ મોડાસીયા તથા ભરતભાઇ ચતવાણી દ્વારા કરવામાં આવેલ છે.

આ સાથે આપેલ લીંકની મદદથી આકાશવાણી રાજકોટને ડાયરેકટ મોબાઇલમાં પણ સાંભળી શકાય છે.

http://drive.google.com/file/d/ob-a2d5gszt2feth5uvrystctag8/view? usp=sharing

અત્રે એ ઉલ્લેખનીય છે કે, કરિયર કાઉન્સેલર અને મોટીવેશનલ સ્પીકર ડો. પરાગ દેવાણી ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સ્ટુડન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ તથા પ્લેસમેન્ટ સેલના કો-ઓર્ડીનેટર તરીકે ફરજ બજાવે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ GPSC વર્ગ-૧ અને ર સંદર્ભે તેઓ દૂરદર્શન ઉપર પણ અગાઉ ઉપયોગી માર્ગદર્શન આપી ચુકયા છે.(૧.૧)

(11:59 am IST)