Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

કુવાડવા અને આજીડેમ પોલીસના ત્રણ દરોડાઃ ૧ લાખ સાથે ૧૯ પત્તાપ્રેમી પકડાયા

નવાગામ, આણંદપરમાં જાહેરમાં અને કિસાન ગોૈશાળા નજીક ઓરડીમાં રમાતો હતો જૂગાર

રાજકોટ તા. ૨૫: કુવાડવા પોલીસે જૂગારના વધુ બે દરોડો પાડી ૧૩ પત્તાપ્રેમીઓને પકડી લઇ કુલ રૂ. ૬૧૨૦૦નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. જ્યારે આજીડેમ પોલીસે એક દરોડામાં રૂ. ૪૪૭૦૦ની રોકડ સાથે ૬ શખ્સોને પકડી લીધા હતાં. ત્રણ દરોડામાં કુલ ૧૯ શખ્સોને પકડી લઇ રૂ. ૧,૦૫,૯૦૦નો મુદ્દામાલ કબ્જે લીધો છે.

 

સાત હનુમાન નવાગામના ઢોળા પર શેરીમાં જાહેરમાં જૂગાર રમાતો હોવાની બાતમી કોન્સ. સંજયભાઇ ચાવડા, જયંતિભાઇ વાવડીયાને મળતાં દરોડો પાડી મુકેશ કિશોરભાઇ ગોધાણી, દિલીપ ધીરૂભાઇ મકવાણા, લાલજી સંાગાભાઇ બહોકીયા, ભુપત માવજીભાઇ માલકીયા, સુનિલ રણછોડભાઇ સોલંકી, વિજય વાલજીભાઇ માલકીયા, ભાવેશ દામજીભાઇ બાબરીયા, મહેશ કાનજીભાઇ કુકડીયા અને વિજય ભુપતભાઇ સોલંકી (રહે. બધા નવાગામ ઢોળા પર)ને તિનપત્તી રમતાં પકડી લઇ રૂ. ૨૭૦૦૦ની રોકડ કબ્જે લેવાઇ હતી.

બીજો દરોડો કોન્સ. જયંતિભાઇ વાવડીયા અને ડ્રાઇવર વિક્રમસિંહ ઝાલાની બાતમી પરથી દિવેલીયાપરામાં સિતારામ ડેરી પાસે પાડીને જાહેરમાં પત્તા ટીચતા કિશોર નાનજીભાઇ જંજવાડીયા, મુકેશ જીવરાજભાઇ સોલંકી, જીજ્ઞેશ રમેશભાઇ જંજવાડીયા અને મુકેશ રણછોડભાઇ જંજવાડીયા (રહે. બધા નવાગામ આણંદપર)ને તિનપત્તી રમતાં પકડી લઇ રૂ. ૨૨૨૦૦ રોકડા, ચાર મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૩૪૨૦૦નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.

બંને દરોડામાં પી.આઇ. એ.આર. મોડીયાની રાહબરીમાં પીએસઆઇ વી. પી. આહિર, એએસઆઇ ફતેહસિંહ સોલંકી, હેડકોન્સ. મહાવીરસિંહ ઝાલા, જયંતિભાઇ, સંજયભાઇ, વિક્રમસિંહ સહિતની ટીમ જોડાઇ હતી.

આજીડેમ પોલીસનો દરોડો

આજીડેમ પોલીસે હેડકોન્સ. મહિપાલસિંહ ઝાલા અને કનકસિંહ સોલંકીની બાતમી પરથી કિસાન ગોૈશાળાથી આગળ કે. બી. મુંધવા ફાર્મ તરફના રસ્તે પ્રવિણ વિનોદભાઇ માટીયા (ઉ.૧૯)ની ઓરડીમાં દરોડો પાડી તેને તથા ગોકુળ નાજાભાઇ ઝાપડા (ઉ.૩૪-રહે. મંછાનગર), કાનજી ગોવિંદભાઇ પીઠવા (ઉ.૩૨-રહે. રિધ્ધી સિધ્ધી કવાર્ટર-૧૦૧૨), પોપટ ગોવિંદભાઇ બાંભવા (ઉ.૩૧-રહે. મંછાનગર), વિનોદ હીરાભાઇ વરૂ (ઉ.૨૭-રહે. મંછાનગર), પાંચા જીવણભાઇ મકવાણા (ઉ.૩૦-રહે. મંછાનગર)ને તિનપત્તી રમતાં પકડી લઇ રૂ. ૪૪૭૦૦ની રોકડ કબ્જે લીધી હતી. પી.આઇ. પી.એન. વાઘેલાની રાહબરીમાં પીએસઆઇ કે. જી. સિસોદીયા, મહિપાલસિંહ, કનકસિંહ, જયદિપસિંહ બોરાણા, પરેશભાઇ સાંગાણી, શૈલેષભાઇ ભીંસડીયા સહિતની ટીમે આ દરોડો પાડ્યો હતો. (૧૪.૭)

(11:58 am IST)