Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

લંડનમાં બ્રિટિશ પાર્લામેન્ટમાં ગુણવંતભાઈ ડેલાવાળાનું સરગમી સન્માન

રાજકોટ : જાણીતી સામાજિક સંસ્થા સરગમ કલબની સેવા પ્રવૃત્ત્િ।થી પ્રભાવિત થઈને લંડન ખાતે બ્રિટિશ પાર્લામેન્ટ ખાતે બ્રિટિશ સરકારના મંત્રી અને સાંસદ દ્વારા ગુણવંતભાઈ ડેલાવાળાનું તાજેતરમાં સન્માન કરવામાં આવ્યું હતું,આ પ્રસંગે હાઉસ ઓફ કોમન્સમાં લંડનના અનેક પ્રબુદ્ઘ નાગરિકો,સંતો-મહંતો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ગુણવંતભાઈ ડેલાવાળાને મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યો હતો અને આ પ્રસંગે તેમણે કરેલા સેવા કાર્યોની નોંધ લેવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન લંડન સ્થિત ઇન્ટરનેશનલ સિદ્ઘાશ્રમ શકિત સેન્ટર અને હેરો ઇસ્ટના સાંસદ બોબ બ્લેકમેન દ્વારા કરવામાં આવ્યું હતુંમ ૨૧જ્રાક જૂને આંતરરાષ્ટ્રીય યોગા દિવસ હતો અને એ નિમિત્ત્।ે બ્રિટિશ પાર્લામેન્ટમાં ભારત અને બ્રિટનના સેવાભાવી લોકોના સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.  રાજકોટમાંથી સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાનું સન્માન બ્રિટિશ સરકારના રિલિજીયન મિનિસ્ટર રાજ રાજેશ્વર ગુરુજી તેમજ હેરોના સાંસદ બોબ બ્લેકમેનના હસ્તે કરવામાં આવ્યું હતું,આ પ્રસંગે રાજકોટમાં સરગમ કલબ દ્વારા થઇ રહેલી વિવિધ સેવા પ્રવૃત્ત્િ।નો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને ભવિષ્યમાં પણ આવી પ્રવૃત્ત્િ।માં વધારો થાય એવી શુભેચ્છા વ્યકત કરવામાં આવી હતી.આ પ્રસંગે જાણીતા ભજનિક હેમંત ચૌહાણ ઉપરાંત સરગમ કલબના શુભેચ્છકો ગીરીશભાઈ મશરૂ, જગદીશભાઈ મહેતા વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા.  થોડા સમય પૂર્વે પણ લંડનમાં જલારામ મંદિર ખાતે ગુણવંતભાઈ ડેલાવાળાનું સન્માન કરવામાં આવ્યું હતું. (મો.૯૮૨૪૦ ૪૦૮૮૯)(૩૭.૪)

(11:57 am IST)