Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

યુવરાજનગરમાં લક્ષમણને સગા ભાઇ રામજીએ બીજા ભાઇને સાથે રાખવા બાબતે માર માર્યો

રાજકોટઃ યુવરાજનગર વરૂણ કોલ્ડ સ્ટોરેજ પાછળ બાપા સિતારામ આશ્રમ પાસે રહેતાં લક્ષમણ અયોધ્યાભાઇ પાલ (ઉ.૩૨) નામના યુવાનને તેના જ સગા ભાઇ રામજી અયોધ્યાભાઇ પાલ અને ભત્રીજા સરોજ રામજીએ ઢીકાપાટુનો માર મારી ગાળો દેતાં આજીડેમના હેડકોન્સ. જી.એમ. બોસીયાએ  ગુનો નોંધ્યો છે. લક્ષમણ અને રામજી સહિયારા મકાનમાં રહે છે. નાના ભાઇને સાથે રાખવા બાબતે લક્ષમણ અને તેના માતા સમજાવવા જતાં માથાકુટ કરી હુમલો કરાયો હતો.

(11:57 am IST)