Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

જિલ્લા પંચાયત દ્વારા કલ્‍યાણકારી યોજનાઓના કેમ્‍પનો ત્રંબાથી પ્રારંભ

રાજકોટ : જીલ્લા પંચાયત પ્રમુખ ભૂપત બોદરની અધ્‍યક્ષસ્‍થાને પાયલોટ પ્રોજેક્‍ટ અંતર્ગતᅠ કસ્‍તુરબાધામ સીટ હેઠળના તમામ ૨૦ ગામોમાં સરકારશ્રીની યોજનાકીય માહિતી લોકો સુધી પહોચે તે માટે યોજનાકીય કેમ્‍પ સંપન્ન થયો હતો. આ કેમ્‍પમાં લોઠડા, ભયાસર, કાથરોટા, લોધીડા, ગઢકા, અણીયારા, ફાડદંગ, રફાળા, હડમતીયા, ગોલીડા ગામો ના ૧૪૧૪ લાભાર્થીઓ એ આયુષ્‍યમાન કાર્ડ, આધાર કાર્ડ, રેઇનવોટર હાર્વેસ્‍ટીંગ, સુકન્‍યા સમૃદ્ધિ યોજના, ઈ- શ્રમ કાર્ડ, બંધપાળા કાર્ડ, આવક ના દાખલા, બુસ્‍ટર ડોઝ, મોબાઈલ આધાર અપડેટ, હેલ્‍થ આઈ.ડી.કાર્ડ, કેટલ શેડ સહીતની સેવાઓ નો લાભ લીધો. કુલ કસ્‍તુરબાધામ સીટ હેઠળના ગામોમાં ૨૩૪૮ લાભાર્થીઓ એ વિવિધ યોજનાકીય લાભો મેળવ્‍યા હતા. તેમજ ફાડદંગ ગામ ખાતે શાળાના પેવર બ્‍લોકનું ખાતમુહુર્ત પણ પ્રમુખના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. આ તકે પાડાસણ સરપંચ અશ્વિનભાઈ હાપલીયા, મહેશભાઈ આસોદરિયા, વિનુભાઈ આસોદરિયા, અરજણભાઈ ટોળીયા, ભીખુભાઈ મુંધવા, અણીયારા સરપંચ સુરેશભાઈ જાદવ, વિશાલભાઈ અજાણી, મયુરભાઈ અજાણી, અશ્વિનભાઈ સિંધવ, નારણભાઈ ખેર, મનસુખભાઈ વઘાસીયા, ઘોઘાભાઇ મકવાણા, હરેશભાઈ મકવાણા, કાથરોટા સરપંચ, રફાળા સરપંચ બાબુભાઈ રાઠોડ, ચંદ્રેશભાઈ રાઠોડ, સુરેશભાઈ સેલડીયા, કરશનભાઈ કયાડા, ગીતાબેન રાઠોડ, રસિકભાઈ ખુંટ, સખી મંડળની બહેનોᅠ ફાડદંગ સરપંચ કાજલબેન ગીરીશભાઈ કાથીરીયા, ઉપરાંત ઉપસરપંચ વિજયભાઇ કિહલા, વલ્લભભાઈ સેખલીયા, મુળજીભાઇ રામાણી, દાનભાઇ ખાચર, ગોલીડા સરપંચ, મહેશભાઈ ગોલીડા, કેશુભાઈ રામાણી, હડમતીયા સરપંચ પ્રવીણભાઈ હેરભા, શુભાશભાઈ હિરપરા, નિર્મળભાઈ બકુત્રા, વલ્લભભાઈ મકવાણા, નાગજીભાઈ મેર, ભલાભાઈ જાદવ, જસાભાઈ ડાંગર, રાયધનભાઈ ખાટરીયા, ધીરુભાઈ મેણીયા, સંજયભાઈ રંગાણી, કેતનભાઈ કાનાણી, શૈલેષભાઈ ગઢિયા, કેયુરભાઈ ઢોલરીયા, સી.ટી.પટેલ, સંદીપભાઈ રામાણી તથા ગામના આગેવાનો તથા ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:47 pm IST)