Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

ભાવનગર રોડ કારખાનાની ઓરડીમાં રહેતી૧૩ વર્ષની સગીરા લાપતાઃ અપહરણનો ગુનો

રાજકોટ તા. રપઃ ભાવનગર રોડ પર કારખાનાની ઓરડીમાં રહેતી બીહારની ૧૩ વર્ષની સગીરા વસ્‍તુ લેવા જવાનું કહી નીકળ્‍યા બાદ પરત ન આવતા આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ મૂળ બીહારના બહનોલ ગામની હાલ ભાવનગર રોડ પર આવેલા કારખાનાની ઓરડીમાં રહેતી ૧૩ વર્ષની સગીરા ગત તા. ૧૩ના રોજ પોતાના ઘરેથી ‘વસ્‍તુ લેવા જાવ છું' કહીને નીકળ્‍યા બાદ પરત ન આવતા તેના પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તેનો કોઇ પત્તો ન લાગતા તેના પરિવારજનોએ આજીડેમ પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે અજાણ્‍યા શખ્‍સ વિરૂધ્‍ધ અપહરણની કલમ હેઠળ ગુનો દાખલ કરી પી.એસ.આઇ. એ. જે. પરમારે તપાસ હાથ ધરી છે.

(3:26 pm IST)