Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

ગોલાની મજા લેતા પહેલા ચેતજોઃ ૮૩ કિલો વાસી માવા રબડીના જથ્‍થાનો નાશ

મનપાની ફુડ શાખાનું ગોલાના ધંધાર્થીને ત્‍યાં ચેકીંગઃ પાંચ ગોલાવાળાને ત્‍યાંથી અખાદ્ય પદાર્થ મળી આવ્‍યો : આઝાદ હિન્‍દ ગોલાવાલા-ત્રીકોણબાગ, વાણીયાવાડી, રામકૃપા, કેનાલ રોડ-પેલેસ રોડ પરના રામ ઓર શ્‍યામ ગોલાવાલાને ત્‍યાથી અખાદ્ય ખોરાક ઝડપાયો

રાજોટ તા.ર૪ : ઉનાળાની ઋતુ દરમિયાન આઇસગોલાનો ખાદ્યચીજ તરીકે વ્‍યાપક પ્રમાણમાં ઉપયોગ થાય છે જેને અનુલક્ષીને મહાનગરપાલિકના ફુડ વિભાગ દ્વારા શહેરમાં આવેલ ગોલાના પ ધંધાર્થીઓને ત્‍યાં તપાસ દરમ્‍યાન બિન આરોગ્‍ય પ્રદ સ્‍થિતિમાં સંગ્રહ કરેલ માવા તથા કસ્‍ટર્ડ પાઉડર મિશ્રિત રબડીનો કુલ ૮૩ કિલો જથ્‍થો નાશ કરવામાં આવેલ.

મનપાની સતાવાર યાદી મુજબ શહેરમાં આઇસગોલાનું વેચાણ કરતા ધંધાર્થીઓની ચકાસણી કરવામાં આવી હતી જેમાં આઝાદ હિન્‍દુ ગોલાવાલા ત્રિકોણબાગ પાસે ૬ કિલો માવા રબડી,, રામ ઓર શ્‍યામ ગોલાવાલા પેલેસ રોડ ૮ કિલો માવા રબડી તથા રામ ઓર શ્‍યામ ગોલાવાલ કેનાલ રોડ ૧ર કિલો માવા, રબડી, રામકૃપા ગોલાવાલા પીપળીયા હોલ પાસે બોલબાલા માર્ગ-૩ર કિલો માવા રબડી, આઝાદ હિન્‍દ ગોલાવાલા પટેલવાડી સામે વાણીયાવાડી ૧પ વાસી માવા રબડી તથા માવો નાશ કરવામાં આવેલ.

ઉપરાંત ફુડ વિભાગ દ્વારા ફુડ સેફટી ઓન વ્‍હીલ્‍સ વાન સાથે મોરબી રોડ, સેટેલાઇટ ચોક વિસ્‍તારમાં ચકાસણી હાથ ધરવામાં આવેલ જેમા કુલ ર૦ ફુડ બિઝનેસ ઓપરેટરની દ્વારા વેચાણ થતા ઠંડા-પીણા આઇસ્‍ક્રીમ, પ્રિપેર્ડ ફુડ તથા ઉપયોગમાં લેવાતા ખાદ્ય તેલ વિગેરેના કુલ ર૬ નમુનાની સ્‍થળ પર ચકાસણી કરવામાં આવેલ તથા ૧૦ વેપારીને લાયસન્‍સ બાબતે નોટીસ આપેલ.

બાલાજી પાન એન્‍ડ કોલ્‍ડ્રીંકસ, સપના કોલ્‍ડડ્રિકસ,  મોવિયા આઇસક્રિમ, કેશવ ટી હરભોલે પાન તથા  મહાનગરપાલિકા વિસ્‍તારમાંથી ફુડ સેફટી સ્‍ટાન્‍ડર્ડ એકટ ર૦૦૬ મુજબ ૧ નમુનો લેવામાં આવેલ જેમાં વિમલ બ્રાન્‍ડ કાજુ, ગુલકંદ આઇસક્રિમ (૧૦૦ એમએલ પેક) સ્‍થળ રવિરાજ રેફ્રીજરેશન આડો પેડક રોડ, વલ્લભનગર-૧ થી લેવામાં આવેલ.

(3:22 pm IST)